in loksabha of 2019 five frontbenchers have gone this is how new mps
  • Home
  • Election 2019
  • હવે સંસદની પહેલી લાઈનમાં હશે આ કદાવર નેતાઓ! થશે અત્યાર સુધીનો મોટો ફેરફાર

હવે સંસદની પહેલી લાઈનમાં હશે આ કદાવર નેતાઓ! થશે અત્યાર સુધીનો મોટો ફેરફાર

 | 6:53 pm IST

લોકસભામાં પ્રતિષ્ઠિત પહેલી લાઈનમાં અત્યાર સુધીમાં ક્યારેય ન થયો હોય એવો બદલાવ થવા જઈ રહ્યો છે. એક ખ્યાતનામ અંગ્રેજી અખબાર અનુસાર આ વખતે પાંચ વરિષ્ઠ સાંસદો ફરી સતામાં ન આવવાથી પહેલી લાઈનમાં મોટો ફેરફાર થઈ શકે છે.

પુર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગોંડા, પુર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, સદનમાં કોગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડ઼ગે અને લાલ કૃષ્ણ અડવાણી એવા નેતા છે કે જે આ વખતે ચૂંટણી જીતીને નથી આવ્યાં. એવામાં 17મી લોકસભા પહેલા સંસદમાં પહેલી લાઈનમાં આ નેતાઓની જગ્યા ખાલી રહેતી હતી. આ સિવાય એઆઈડીએમકેનાં નેતા એમ થંબીદુરઈ પણ પહેલી લાઈનમાં આ વખતે જગ્યા નહીં મેળવી શકે.

હવે આ સીટ પર ભાજપનાં વરિષ્ઠ નેતા અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી અને સદાનંદ ગોડાની શક્યતા છે. પહેલી લાઈનમાં કદાચ આ પાંચ નેતા જોવા મળી શકે છે. મોટા ભાગે એવું હોઈ છે કે આ પહેલી લાઈન સિનીયર સાંસદો અને મોટા હોદેદારોને આપવામાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન