લંડનમાં કૂતરાના મળમાંથી પહેલી વખત પ્રકાશિત થશે સ્ટ્રીટલાઇટ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લંડનમાં કૂતરાના મળમાંથી પહેલી વખત પ્રકાશિત થશે સ્ટ્રીટલાઇટ

લંડનમાં કૂતરાના મળમાંથી પહેલી વખત પ્રકાશિત થશે સ્ટ્રીટલાઇટ

 | 9:02 am IST

લંડનમાં સૌ પ્રથમ વખત કૂતરાના મળમાંથી સ્ટ્રીટલાઇટ પ્રકાશિત કરવા માટે ખાસ પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. લંડનના માલવર્ન વિસ્તારમાં કન્ટેનર મૂકવામાં આવ્યું છે જેમાં કૂતરાનું મળ એકત્રિત કરવામાં આવશે. આ મળને તોળીને તેના નાના-નાના ટુકડાઓમાંથી પ્રકાશ માટેનો મિથેન ઉત્પન્ન કરી શકાય છે. આ સાથે ખેડૂતોને ખાતર પણ મળશે. કન્ટેનરમાં ગરમી ઉત્પન્ન કરવામાં આવી છે જેથી કોઇ મળ તેમાં પડતા આપ મેળે ટુકડા થઇ રાસાયિણ પ્રક્રિયા માટે તૈયાર થશે. આ પ્રક્રિયા બાદ બાયોમિથેનગેસ છૂટો પડશે જે સ્ટ્રીટ લાઇટને પ્રકાશિત કરે છે. આ સમગ્ર પ્રોજેક્ટનો આઇડિયા ત્રણ વર્ષ પહેલાં બ્રેઇન હાર્પર નામના વ્યક્તિને આવ્યો હતો. જેને અમલમાં મૂકતા પાઇપ અને કન્ટેનરની મદદથી સમગ્ર પ્રોજેક્ટનું સેટ અપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, આ એક ઇકો ફ્રેન્ડલી પ્રક્રિયા છે તેથી કોઇ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. આ ઉપરાંત બ્રિટનના લોકોને કૂતરાના મળની કિંમત પણ સમજાઇ છે. કૂતરાના માલિકોએ કૂતરાના મળની થેલી આ કન્ટેનરમાં નાંખવાની હોય છે ત્યાર બાદ તેના પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેમાંથી એક પાઇપ લાઇન સ્ટ્રીટલાઇટના ઉપરના ભાગ સુધી જોડવામાં આવી છે. જ્યારે આ કોન્સેપ્ટ નવો હતો ત્યારે લોકોને થોડું નવું લાગતું હતું પરંતુ હવે મળમાંથી પણ ખાતર અને પ્રકાશ મળી રહેતા લોકો મળની થેલીઓ નાંખી જાય છે. મોટા ભાગના દેશો આ પ્રકારનો પ્રોજેક્ટ અપનાવવા માટે હવે તૈયાર થયા છે. જેથી મળમાંથી પણ ઊર્જા અને ખાતર મળી રહે. જ્યારે ઓન્ટારિયોમાં મરેલા પ્રાણીઓને મોટા કુંડામાં નાંખી દેવામાં આવે છે. જે કોહવાઇ જતા તેમાંથી ખાતર બનાવવામાં આવે છે

કૂતરાના મળ ભરેલો થેલો લાઇટના થાંભલા પાસે રહેલા થાંભલામા નાંખવાનો હોય છે. જ્યાં તેના પર ગરમી અને અન્ય બીજા કચરાઓની અસર થાય છે. કચરા સાથે મળ ભળી જાય છે જ્યારે બેગ પીગળી જાય છે. આ મળમાં ગરમી અને અન્ય કચરો ભળતા બાયોમિથેન ગેસ છૂટો પડે છે જે સ્ટ્રીટલાઇટના ઉપરના ભાગ સુધી વહી જતા લેમ્પ પ્રકાશિત થાય છે. મળના દસ કોથળા જો નાખવામાં આવે તો સતત બે કલાક સુધી સ્ટ્રીટલાઇટ પ્રકાશિત રહે છે. કેટલાંક દેશોમાં સૂકા પાન, મરેલા પ્રાણીઓ અને કેટલોક કચરો આ પ્રકારે મોટા કુંડમાં એકઠો કરી ઊર્જા ઉત્પાદન કરવામાં આવે છે.

સસ્તી ઊર્જા અને ખાતર મળે છે

મોટા ભાગે વધેલા કચરાને ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે બાયોમિથેન પૂરો થાય છે ત્યારે ફરી મળના થેલાઓની જરૂર પડે છે. આ રીતે સસ્તી ઊર્જા અને ખાતર બંને એક જ પ્રોજેક્ટ પરથી મળી રહે છે. દુનિયાના કેટલાંક દેશ આ પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે તૈયાર થયા છે. એટલે મળમાંથી પણ ઊર્જા મળી રહે તથા વીજની માગનો વિકલ્પ પણ મળે. આ પ્રોજેક્ટનો સતત ૧૮ મહિનાઓ સુધી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનાથી એક સાથે કુલ ૧૩ ઘરમાં પ્રકાશ મળી રહેતો હતો. બાયોમિથેનોલ ગેસમાંથી ૪૦ સીટર બસને પણ દોડાવી શકાય છે. એટલો બાયોમિથેનોલ આ કન્ટેનરમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પન્ન થતો બાયોમિથેનોલ બે દિવસ સુધી સાચવી પણ શકાય છે. એટલે જ્યારે પણ જરૂર પડે તેનો ઊર્જા તરકે ઉપયોગ કરી શકાય.પણ આ માટે ખાસ પ્રકારના ડિવાઇસની જરૂર પડે છે.