Video: મોદીએ છેક લંડનમાં જઇ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, બધા ખડખડાટ હસવા લાગ્યા - Sandesh
  • Home
  • Featured
  • Video: મોદીએ છેક લંડનમાં જઇ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, બધા ખડખડાટ હસવા લાગ્યા

Video: મોદીએ છેક લંડનમાં જઇ ખોલ્યું ફિટનેસનું રહસ્ય, બધા ખડખડાટ હસવા લાગ્યા

 | 9:09 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ‘ભારત કી બાત, સબકે સાથ’ કાર્યક્રમ દ્વારા કેટલાંક મુદ્દા પર વાતો કરી. લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરમાં આયોજીત કાર્યક્રમમાં એક વ્યક્તિએ પીએમ મોદીને ફિટનેસના રાઝ અંગે પૂછયું હતું, પીએમ મોદીએ હસતા હસતા જવાબ આપ્યો કે સેન્ટ્રલ હોલમાં બેઠેલા તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા? મોદીએ કહ્યું કે આ પ્રશ્નનો જવાબ જો મારે હસી-ખુશીની સાંજ તરીકે આપવાનો છે તો હું કહી શકું છું કે હું લગભગ છેલ્લાં 20 વર્ષથી દરરોજ 1-2 કિલોગ્રામ ગાળો ખાઉં છું. તેમનો આ જવાબ સાંભળી સેન્ટ્રલ હોલમાં બેઠેલા તમામ લોકો હસવા લાગ્યા. સાથો સાથ પીએમ અને પ્રસૂન જોશી પણ હસી પડ્યાં.