લખાગઢમાં મોરનો શિકારીઓને ઝડપી લઈને કડક સજા કરાવવાની માગ કરાઈ - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • લખાગઢમાં મોરનો શિકારીઓને ઝડપી લઈને કડક સજા કરાવવાની માગ કરાઈ

લખાગઢમાં મોરનો શિકારીઓને ઝડપી લઈને કડક સજા કરાવવાની માગ કરાઈ

 | 2:00 am IST

રાપર તાલુકાના લખાગઢ ગામમાં થોડા દિવસો પટ્વહેલાં મોરનો શિકાર કરવામાં આવ્યો હતો જેની તપાસ આડેસર વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ અક અઠવાડિયા સુધી તપાસ કરવા છતાં પણ કંઇ જ ન મળતાં આવેદનપત્ર પાઠવીને શિકારીઓને પકડીને કડક સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાપર તાલુકાના લખાગઢ ગામના તળાવમાં એકાદ અઠવાડિયા પહેલાં મોરનો શિકાર કરવામાં આવ્યો હતો. જે અંગે આડેસર નોર્મલ રેન્જ ફોરેેસ્ટ ઓફિસને જાણ કરવામાં આવતાં ઇન્ચાર્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે તેમાં સંતોષ નહીં થતાં લખાગઢ, સણવા તથા આડેસર સહિતના ગામનાં લોકોએ આડેસર વનવિભાગની કચેરીએ આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રકરણની તપાસ વાઇલ્ડ લાઇફ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે તેવી માગ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાપર તાલુકામાં વન્યપ્રાણીઓનો બેફામપણે શિકાર કરવામાં આવી રહ્યો છે. ચાર માસ પહેલાં આડેસર પાસે બે ઘુડખરના શિકાર કરાયેલા શબ તથા બે નિલગાયના શિકાર મામલે પણ હજુ સુધી કોઇ પકડાયું નથી. રાપર રેન્જમાં આવતા પદમપર, રામવાવ તથા નિલપર સહિતના વિસ્તારોમાં નિલગાયનો શિકાર કરાયો હતો. જે અંગે પણ કોઇપણ આરોપી પકડાયો નથી. તેથી આ મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન