NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મહારાષ્ટ્રમાં હીટવેવ યથાવત્ઃ કુલ ૧૦નાં મૃત્યુ

મહારાષ્ટ્રમાં હીટવેવ યથાવત્ઃ કુલ ૧૦નાં મૃત્યુ

 | 1:49 am IST

મુંબઇ, તા.૨૦

દેશના મોટાભાગના રાજ્યો હીટવેવની ઝપેટમાં આવી ગયા છે. ખાસ કરીને દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો એપ્રિલ મહિનામાં ૪૦ ડિગ્રીથી ઊંચો જળવાયો છે. મહારાષ્ટ્રમાં ગરમીએ અત્યારસુધી ૧૦ લોકોનાં ભોગ લીધાં છે. તો ગુરૂવારે નાગપુરના મહારાજ બાગ પ્રાણીસંગ્રહાલયમાં એક હરણનું ગરમીને કારણે મૃત્યુ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યંુ હતું. બીજી તરફ એમપી, હરિયાણા પણ ગરમીમાં શેકાયા હોવાના સમાચાર છે. ગરમીના માહોલ વચ્ચે બેંગ્લુરૂ અને કર્ણાટકમાં ગુરૂવારે વરસાદ પડયો હતો. કર્ણાટકમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે કોલકોતા, બેંગ્લુરૂમાં વરસાદ પડયો છે. તો જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન-ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ પડે તેવી આગાહી સ્કાયમેટે કરી છે. દેશના હવામાનમાં પલટો આવી રહ્યો છે, ત્યારે મુંબઇમાં પણ દક્ષિણ-પિૃમ તરફથી આવતા પવનો ગરમીથી રાહત આપશે. આગામી ચોવીસ કલાક આકાશ અંશતઃ વાદળછાયું રહે અને તાપમાનમાં ઘટાડો થાય એવી આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ યથાવત્ છે. તેમજ દેશમાં સૌથી ઊંચું તાપમાન ધરાવતા પ્રથમ દસ શહેરોમાં મહારાષ્ટ્રના પાંચ શહેરોના નામ સામેલ થયા છે. મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠવાડા અને કોંકણ વિભાગમાં માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ગરમીને કારણે ૧૦ જણાંના મૃત્યુ થયાના અહેવાલ છે.