In Mangrol, the lover killed his girlfriend by forcing her to have a love affair
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પ્રેમ સંબંધ રાખવા તાબે ન થતા એક તરફી પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાંખી

પ્રેમ સંબંધ રાખવા તાબે ન થતા એક તરફી પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાંખી

 | 6:25 pm IST
  • Share

માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામે મહિલાની હત્યા કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો છે. મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરવા બાબતે ઝઘડો થતાં ગુસ્સે ભરાયેલ એક તરફી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે રહેતા નરેન્દ્રભાઈ રાજાભાઈ સોલંકીના પત્ની ભારતીબેનની માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારી ઘર પાસે જ ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવાઈ હતી. બનાવ અંગે મૃતકના પતિ નરેન્દ્રભાઈએ પાડોશમાં રહેતા મનસુખ પીઠાભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદીના પત્ની ભારતીબેન અને મનસુખને ત્રણેક વર્ષ પહેલાં અનૈતિક સબંધો હતા. જેની જાણ થતા તેઓ માંગરોળ રહેવા આવી ગયા હતા. ત્યારબાદ તેઓના બાનું અવસાન થતા તેઓ ફરી ઢેલાણા રહેવા ચાલ્યા ગયા હતા. દરમ્યાન ભારતી સાથે ધરાર સબંધ રાખવા માંગતો મનસુખ સોમવારે પોતાના ઘર પાસે આવી ભારતીબેન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ કુહાડીના ઘા મારતાં તેનું મૃત્યુ થયું હતું.

આરોપીએ ગુનાની કબૂલાત આપી છે કે ભારતીબેન સાથે ધરાર પ્રેમસબંધ રાખવા થયેલો ઝઘડો અને પોતાની જમીન વેચીને આપેલા ત્રણથી ચાર લાખ રૂપિયાની રકમ બાબતની માથાકુટમાં આ ઘટના બની હતી.

હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમોએ શોધખોળ હાથ ધરી હત્યારાને કેશોદ તાલુકાના કેવદ્રા ગામેથી દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સાયકલ અને હત્યામાં વપરાયેલી કુહાડી અને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ધરાર અનૈતિક સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમીએ એક હસતા રમતા પરિવારને પીંખી નાખ્યો છે. હાલમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો