આ કાર રસ્તા પર પણ કરે છે `ડિસ્કો’ - Sandesh
  • Home
  • Technology
  • આ કાર રસ્તા પર પણ કરે છે `ડિસ્કો’

આ કાર રસ્તા પર પણ કરે છે `ડિસ્કો’

 | 5:13 pm IST

જાપાનના જાણીતા એનિમેશન આર્ટિસ્ટ કુનિયો ઓકાબારાએ પાર્કિંગની સમસ્યાને મોટા ભાગે દૂર કરે તેવી કાર બનાવી છે. તે ફોલ્ડિંગ કાર છે અને રસ્તા પર દોડતી વખતે જ આકાર બદલે છે.

આ કારનું નામ Earth-1 છે. જાપાનની લોકપ્રિય રોબોટ સીરિઝ ગુંડમના આર્ટિસ્ટે આ કાર તૈયાર કરી છે. ટોક્યોની કાર ડિઝાઈન અને ઉત્પાદક કંપનીને આશા છે કે આ કાર માર્ચ 2018માં રસ્તા પર દોડતી થઈ જશે.

ફોલ લીંક સિસ્ટમ્સ નામની આ કંપની એક વર્ષમાં 300 કારનુ વેચાણ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. એરપોર્ટની આસપાસ અથવા ટુરિસ્ટ સ્પોટમાં તેનો ઉપયોગ કરી શકાય છે. કાર તેના આકારમાં ફેરફાર કરે છે અને સરળતાથી તેને ફેરવી શકાય છે.

આ કાર ઈલેક્ટ્રિકલ હશે. તેને ચલાવતી વખતે યુઝર્સ ચાર્જ પણ કરી શકશે. કંપનીના દાવા મુજબ આ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી કાર હશે.