NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • માર્ચમાં પી-નોટ્સ રોકાણ વધીને ૪ મહિનાની ટોચે

માર્ચમાં પી-નોટ્સ રોકાણ વધીને ૪ મહિનાની ટોચે

 | 2:02 am IST

મુંબઇ, તા.૨૦

ડોમેસ્ટિક માર્કેટમાં ર્પાિટસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) ઇન્વેસ્ટમેન્ટ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. માર્ચ મહિનામાં ડોમેસ્ટિક માર્કેટમાં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ વધીને રૂ.૧.૭૮ લાખ કરોડ નોંધાયું છે. જેમાં ઇક્વિટી માર્કેટમાં રૂ. ૧.૧૨ લાખ કરોડ અને બાકીનું રોકાણ ડેટ માર્કેટમાં કરવામાં આવ્યાં છે. હ્લૈંૈંના કુલ રોકાણમાં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટનો હિસ્સો ૬.૬ ટકાના યથાવત્ રહ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબી દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા બાદ પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટમાં વધારાને પોઝિટિવ સંકેત માનવામાં આવી રહ્યાં છે. દેશમાં રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પી-નોટ્સ મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એવા વિદેશી રોકાણકારો પી-નોટ્સનો ઉપયોગ કરે છે જેઓ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઇન્ડિયન કેપિટલ માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છે છે. સેબીએ પી-નોટ્સ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અંગેના નિયમો વધુ કડક કર્યા બાદ રોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેબીએ અગાઉ જણાવ્યું હતું કે, પી-નોટ્સ બાબતે લેવાયેલા પગલાં બ્લેક મની પર સિટની ચિંતાઓને દૂર કરવા પુરતી છે.

સેબીના આંકડા મુજબ માર્ચમાં પી-નોટ્સ રોકાણ રૂ. ૧,૭૮,૪૩૭ કરોડ  હતું. જે નવેમ્બરના રૂ. ૧.૭૯ લાખ કરોડના રોકાણ પછીનું હાઇએસ્ટ પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ છે. તો ગત ફેબ્રુઆરીમાં રૂ. ૧.૭૦ લાખ કરોડ, જાન્યુઆરીમાં રૂ.૧.૭૫ લાખ કરોડ અને ડિસેમ્બરમાં રૂ. ૧.૫૭ લાખ કરોડ હતું.