મહેસાણામાં એક જ સપ્તાહમાં તાવનાં ર૯, ડાયેરિયાનાં ર૧ દર્દીઓ નોંધાયાં - Sandesh
  • Home
  • Mehsana
  • મહેસાણામાં એક જ સપ્તાહમાં તાવનાં ર૯, ડાયેરિયાનાં ર૧ દર્દીઓ નોંધાયાં

મહેસાણામાં એક જ સપ્તાહમાં તાવનાં ર૯, ડાયેરિયાનાં ર૧ દર્દીઓ નોંધાયાં

 | 1:56 am IST

મહેસાણા

વાદળછાયા આકાશને કારણે બફારો અને ઉકળાટથી મહેસાણા જિલ્લાના રહીશો પરેશાન છે. છેલ્લા સપ્તાહ દરમ્યાન તાવનાં ર૯ અને ડાયેરિયાનાં ર૧ દર્દીઓ નોંધાયાં છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂનો એક શંકાસ્પદ દર્દીએ સારવાર લીધી હતી. બે ઋતુના માહોલના કારણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખાંસી શરદીની સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા સદી વટાવી ગઈ છે.

છેલ્લા સપ્તાહ દરમ્યાન આકાશમાં વાદળો ગોરંભાયેલાં રહે છે. એકાદ બે ઝાપટાંને બાદ કરતાં મેઘરાજા રીસામણે હોય તેવો માહોલ છવાયો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને વાતાવરણમાં ઉકાળાટ અને બફારાના કારણે બેચેની અને શરદીની બીમારીની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

આ ઉપરાંત, માત્ર એક સપ્તાહ દરમ્યાન એક માત્ર સિવિલ હોસ્પિટલમાં જ તાવના ર૯ અને ડાયેરિયાનાં ર૧ દર્દીઓ નોંધાયાં છે. જયારે ગત મહિના દરમ્યાન ડાયેરિયાનાં ૩૯ અને તાવનાં પ૭ દર્દીઓએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. નિષ્કર્ષરૂપ, છેલ્લા સપ્તાહ દરમ્યાન તાવ અને ડાયેરિયાની બીમારીનાં ત્રણ ગણો ઊછાળો આવ્યો છે. જયારે ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસમાં રકત પરીક્ષણ કરવામાં આવતાં આ કેસ નેગેટિવ હોવાનો રિપોર્ટ આવતાં આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, આ માહોલમાં તાવ અને ડાયેરિયા જેવી બીમારીઓ સામે સાવચેત રહેવું જરૂરી છે.