In Mizoram in the last 24 hours 1089 cases of corona, 245 children infected
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં 1089 કોરોના કેસ, 245 બાળકો સંક્રમિત થયાં

મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં 1089 કોરોના કેસ, 245 બાળકો સંક્રમિત થયાં

 | 7:30 am IST
  • Share

દેશમાં એકતરફ કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે મિઝોરમમાં રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના 1089 કેસમાં 245 બાળકોનો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વ ભારતના આ રાજ્યમાં કોરોના સંક્રમણ માઝા મૂકી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસમાં 364નો મોટો વધારો થયો હતો.

શનિવારે મિઝોરમમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10.73 ટકા હતો જે રવિવારે વધીને 13.98 ટકા પર પહોંચ્યો હતો. બીજીતરફ દેશમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 28529 નવા કેસ અને 338 દર્દીનાં મોત થયાં હતાં.

જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 6595નો વધારો થતાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 384921 થઇ હતી. દેશમાં કોરોના રિકવરી રેટ 97.6 ટકા રહ્યો હતો. દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 2.1 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 2.26 ટકા રહ્યો હતો.  મહારાષ્ટ્રમાં કોરોનાનું જોર ઘટયું છે.

શનિવારે રાજ્યમાં 3075 નવા કેસ નોંધાયાં હતાં જે છેલ્લા 214 દિવસના સૌથી ઓછા કેસ છે. મુંબઇમાં પણ શનિવારે કોરોનાના નવા કેસ ઘટીને 400ની નીચે આવી ગયાં હતાં. 9 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના 2515 કેસ નોંધાયા હતા ત્યાર પછી પહેલીવાર આ આંકડો 3000ની નજીક આવ્યો છે. મુંબઇમાં શનિવારે 361 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં ત્રીજીવાર મુંબઇમાં નવા કેસની સંખ્યા 400થી નીચી રહી છે. જોકે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા બે મહિના બાદ ફરીથી 5૦૦૦ને પાર કરી ગઇ છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો