મોદીના રાજમાં, મુસ્લિમ દેશોના નાગરિકો મોજમાં, ભારતીય બનવા ધસારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોદીના રાજમાં, મુસ્લિમ દેશોના નાગરિકો મોજમાં, ભારતીય બનવા ધસારો

મોદીના રાજમાં, મુસ્લિમ દેશોના નાગરિકો મોજમાં, ભારતીય બનવા ધસારો

 | 4:14 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દી મોદી સરકાર પર વિરોધ પક્ષો સતત આક્ષેપ કરે છે કે મોદી મુસ્લિમ વિરોધી છે. જોકે આરટીઆઈ અંતર્ગત અપાયેલી જાણકારીમાં વાસ્વિત ચિત્ર તદ્દન વિરોધાભાસી જોવા મળે છે. આરટીઆઈના જવાબ પ્રમાણે મોદી શાસનમાં સૌથી વધારે ભારતીય નાગરિક્તા ઇસ્લામિક દેશોના લોકોને મળી છે.

આ ઉપરાંત ગત વર્ષે સૌથી વધારે પાકિસ્તાનીઓએ ભારતમાં ઠરીઠામ થવાનો નિર્ણય કર્યો હતો. . જોકે એની અંદર અડધો ડઝન વિકસિત દેશોના લોકોએ ભારતની નાગરિક્તા લેવામાં રૂચિ દેખાડી નથી. સપ્ટેમ્બર 2016માં કરાયેલી આઈટીઆઈ અંગેની અરજીનો જવાબ ગૃહ મંત્રાલયએ 29 માર્ચે આપ્યો હતો.

ગૃહ મંત્રાલયે આરટીઆઈ ના જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2011 થી વર્ષ 2016 સુધી 5,477 વિદેશીઓને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. આમાં સૌથી વધારે ઇસ્લામિક દેશોના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવી છે.

આરટીઆઈ પ્રમાણે પાકિસ્તાનીઓને છેલ્લા પાંચ વર્ષમાં 2016માં સૌથી વધારે ભારતીય નાગરિક્તા આપવામાં આવી હતી. આ વર્ષે 669 પાકિસ્તાનીઓ ભારતીય નાગરિક બન્યા હતાં. બીજી બાજુ છેલ્લાં ત્રણવર્ષમાં અફઘાનિસ્તાનના નાગરિકોમાં ભારતીય નાગરિકતા લેવાનો ગ્રાફ ઝડપથી વધ્યો છે. વર્ષ 2012માં 45 અફઘાનોએ ભારતીય નાગરિક્તા મેળવી હતી, બીજી બાજુ મોદી સરકારના આગમન બાદ 2014માં 247, 2015માં 235 અને 2016માં 244 અફઘાનિસ્તાનીઓએ ભારતની નાગરિકતા લીધી હતી. આ ઉપરાંત ઇરાનીઓએ પણ સૌથી વધારે વર્ષ 2016માં ભારતની નાગરિકતા લીધી હતી.

જોકે અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જર્મની, ચીન જેવા વિક્સિત દેશોના લોકોએ ભારતીય નાગરિકતા લેવામાં ઓછો રસ દાખવ્યો હતો. મોદી સરકારના શાસનમાં માત્ર બ્રિટનના લોકોએ સૌથી વધારે 2016માં 61 લોકોએ ભારતની નાગરિકતા લીધી હતી. બીજી બાજુ 2014માં 18 અમેરિકન, 2015માં માત્ર 25 અને 2016માં માત્ર ત્રણ લોકોએ ભારત બન્યા હતાં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન