In monsoon, you have to take special care of your skin
  • Home
  • Fashion & Beauty
  • ચોમાસામાં ત્વચાની રાખવી પડે વિશેષ કાળજી, મેકઅપ કરતા રાખો ધ્યાન

ચોમાસામાં ત્વચાની રાખવી પડે વિશેષ કાળજી, મેકઅપ કરતા રાખો ધ્યાન

 | 9:20 am IST

જે રીતે વરસાદની સિઝનમાં તમારું વોર્ડરોબ બદલાય છે તે જ રીતે તમારા મેકઅપ લુકમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. વરસાદની સિઝનમાં ગમે ત્યારે વરસાદ ક્યારે પડશે તેનું કઈ નક્કી હોતું નથી. આવા સમયમાં જો મેકઅપ યોગ્ય રીતે ન કર્યો હોય તો લુક ખરાબ લાગે છે. જો તમે વરસાદની સિઝનમાં પણ સુંદર દેખાવા માંગો છો તો મેકઅપ કરતી વખતે કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

  • વરસાદની સિઝનમાં હંમેશાં લાઈટ અને નેચરલ મેકઅપ જ કરવો.
  • સ્ટાઈલિશ લુક માટે તમે બ્રાઈટ રંગની વોટરપ્રૂફ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો.
  • આ ઉપરાંત તમે વોટરપ્રૂફ આઈલાઈનર અને કાજલ પણ લગાવી શકો છો.
  • તમે રંગો સાથે એક્સપેરિમેન્ટ કરી શકો છો.
  • વધારે પડતા ફાઉન્ડેશન કે બ્લશનો ઉપયોગ ન કરવો યોગ્ય રહેશે.
  • મેકઅપ કરતા પહેલાં ચહેરા પર હળવા હાથે બરફ ઘસવો. તેનાથી મેકઅપ લાંબો સમય ટકશે અને વરસાદમાં ફેલાશે પણ નહીં.
  • જો તમારી સ્કિન ડ્રાય અથવા કોમ્બિનેશન હોય તો બરફ લગાવ્યા પછી ટોનરનો ઉપયોગ કરવો.
  • જો તમારી સ્કિન ઓઈલી હોય તો બરફ લગાવ્યા બાદ એસ્ટ્રિન્જેન્ટ લગાવવું. ચોમાસામાં આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખો .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;