મુંબઈમાં ડૂબી જવાના અલગ અલગ કિસ્સામાં બેનાં મોત  - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઈમાં ડૂબી જવાના અલગ અલગ કિસ્સામાં બેનાં મોત 

મુંબઈમાં ડૂબી જવાના અલગ અલગ કિસ્સામાં બેનાં મોત 

 | 1:31 am IST

। મુંબઇ  ।

મુલુંડના નવઘર વિસ્તારમાં શુક્રવારે એક તળાવમાં ૮૫ વર્ષની વૃદ્ધાનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે બીજા એક કિસ્સામાં આરે કોલોની ખાતે એક તળાવમાં એક કિશોર ડૂબી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

મીઠાગર રોડ ખાતે શાંતારામ મ્હાત્રે ચાલમાં પોતાની પુત્રવધૂ સાથે રહેતી ઈન્દુબાઈ નામદેવ બારગુલે નામની ૮૫ વર્ષની વૃદ્ધા બપોરે કામસર તળાવ પાસે ગઈ હતી. ત્યાં તે ગણેશ ઘાટ ખાતે તળાવમાં પડી ગઈ હોવાનું માનવામાં આવે છે. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતા તેને તુરંત વીર સાવરકર હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.

બીજા એક બનાવમાં સચિન સિંઘ નામનો ૧૫ વર્ષનો કિશોર આરે કોલોનીમાં એક તળાવમાં ડૂબી ગયો હતો. આરે પોલીસના જણાવ્યા મુજબ સચિન તેના પિતરાઈ ભાઈ સાથે તળાવમાં તરવા માટે ગયો હતો. પણ થોડા સમય પછી તેની ભાળ ન મળતા તેના પિતરાઈ ભાઈએ પોલીસને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓએ તુરંત સચિનની શોધખોળ કરી હતી પણ હજી સુધી તેનો મૃતદેહ નથી મળ્યો.

;