મુંબઇમાં ખુલ્લામાં શૌચ કરનારને હવે ફટકારાશે રૂપિયા ૫૦૦નો દંડ - Sandesh
NIFTY 10,632.20 -4.80  |  SENSEX 34,433.07 +-10.12  |  USD 63.5900 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મુંબઇમાં ખુલ્લામાં શૌચ કરનારને હવે ફટકારાશે રૂપિયા ૫૦૦નો દંડ

મુંબઇમાં ખુલ્લામાં શૌચ કરનારને હવે ફટકારાશે રૂપિયા ૫૦૦નો દંડ

 | 3:42 am IST

મુંબઇ, તા. ૨

મહારાષ્ટ્ર સરકારે જાહેર સ્થળોએ ખુલ્લામાં છી-પી કરવા, થૂંકવા અને ગંદકી ફેલાવવા બદલ દંડની રકમને અંતિમ ઓપ આપી દીધો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા નવા દર મુજબ ખુલ્લામાં મળત્યાગ કરનાર વ્યક્તિને તત્કાળ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારાશે. બીએમસી અત્યાર સુધી દંડ પેટે ૧૦૦ રૂપિયા વસૂલતી આવી છે.

શનિવારે જારી કરાયેલા જીઆર મુજબ ઘટનાસ્થળે જ દંડ ફટકારવાનો દર તમામ ચાર મહાનગરપાલિકા માટે નક્કી કરાયો છે. આ તમામ મહાપાલિકાની હદમાં ખુલ્લામાં શૌચ કરનારી વ્યક્તિ પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલાશે. જાહેર સ્થળોને ગંદા કરવા બદલ એ અને બી કલાસની મહાનગરપાલિકાના ક્ષેત્રમાં ૧૮૦ રૂપિયાનો દંડ ફટકારાશે. હાલમાં મુંબઇમાં ગંદકી ફેલાવવા બદલ બીએમસી દંડ પેટે ૨૦૦ રૂપિયા વસૂલે છે.

જાહેર સ્થળે થૂંકવા બદલ ૧૫૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બીએમસી હાલમાં જાહેર સ્થળે થૂંકનારી વ્યક્તિ પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલે છે. ખુલ્લામાં લઘુશંકા કરવા બદલ બીએમસી દંડ પેટે ૨૦૦ રૂપિયા વસૂલે છે. દંડના આ દર સરકારે યથાવત્ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે બીએમસી દર વરસે દંડ પેટે લગભગ રૂ.૫ કરોડ વસૂલ કરે છે. નાગરિકોને હેરાન કરવાના આક્ષેપ પણ બીએમસી સામે થતા રહે છે.

;