In Nadiad, spousal dispute between husband and wife, son lost mother
  • Home
  • Gujarat
  • પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાનો આવ્યો કરૂણ અંજામ, દીકરાએ ગુમાવી માતા

પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાનો આવ્યો કરૂણ અંજામ, દીકરાએ ગુમાવી માતા

 | 7:47 pm IST

નડિયાદ શહેરમાં રામતલાવડી વિસ્તારમાં આવેલ ફલેટમાં રહેતા પરીવારમાં પતિએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પત્નીની હત્યા કરીને નાસી છુટેલ હતો.જે અંગે પોલીસને જાણ કરતા સમ્રગ મામલો બહાર આવેલ હતો.  હત્યારો પતિ પોલીસની પકડથી દુર રહેવા પામેલ હતો.ઘટના સ્થળે પોલીસની ટીમ કામે લાગી જવા પામી હતી.એફ.એસ.એલની પણ મદદ લેવાઈ હતી.

મળેલ માહીતી મુજબ શહેરના રામતલાવડી વિસ્તારમાં રહેતા મિશન રોડ પર આવેલા પેરેડાઇઝ ઓરાન એ બ્લોકમાં ખાનગી કંપનીમાં કામ કરતો ગણેશ રહે છે. છઠ પર્વ નિમીતે પોતાના વતન બિહાર ગયેલ હતો. જે વખતે પરીવાર સાથે રહી શકાય તે માટે તેની માતા જ્ઞાનાદેવી, પિતા ગોરી અશરફી અને બહેન ગીતાંજલીને નડિયાદ લાવેલ હતો.

ગતરોજ ગણેશ નિત્યક્રમ મુજબ ગણેશ પોતાની નોકરી જવા નીકળી ગયેલ હતો. તેના ઘરે તેના માતા પિતા અને બહેન હતા.બપોરના સમયે બહેન ગીતાંજલીને સુઈ જઈ હતી. જયારે ઘરના અન્ય રૂમમાં તેના માતા પિતા હતા. જે દરમ્યાન બપોરના સમયે બનાવ બનેલ હતો.જેમાં રસોડામાં રહેલ ધારદાર ચપ્પુ લઈને ધા મારતા મહીલા ફસડાઈ પડી હતી. ગંભીર રીતે ધવાયેલ જ્ઞાનદેવીનુ ધટના સ્થળે જ મોત થવા પામેલ હતુ . બપોરના સમયે બનાવ બનેલ હતો.

પોતાની પત્નીને મોતને ધાટ ઉતારીને તેનો પતિ ગૌરી અશરફી પોતાના ભાડાના ધરની બહાર સાંકળ બંધ કરીને નાસી છુટયો હતો.બપોરના સમયે સુઈ ગયેલ ગીતાંજલી ઉંધમાંથી ઉઠીને બહાર જતાં દરવાજો બંધ હોવાને દરવાજો ખોલવા માટે બૂમો પાડી હતી. આજ સમયે સાંજના ૬ વાગે નોકરીથી પરત આવેલ ગણેશે ધરની સ્ટોપર ખોલીને ઘરમાં આવતા તેની માતા લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી.જયારે અન્ય રૂમમાં તેની બહેન હતી. જેને રૂમમાંથી બહાર લાવેલ હતા. માતાને લોહી લુહાણ હાલતમાં જોતા ભાઈ બહેનના રડવાના અવાજથી ફલેટના અન્ય રહીશો પણ દોડી આવ્યા હતા. પ્રશ્વિમ પોલીસને બનાવ અંગે જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોચી ગયા હતા.ઉપરાંત પોલીસની અન્ય ટીમો પણ પહોચી હતી. એફ.એસ.એલની પણ મદદ લેવાઈ હતી.પોલીસે બનાવની નોધ કરીને કાયદેસરની કાર્યવાહી રાત્રીના સમયે આંરભી દીધી હતી. મૃતકને પી.એમ. માટે મોકલી અપાઈ હતી.

પત્નીની હત્યા કરનાર તેનો પતિ હત્યા કરીને નાસી ગયેલ હતો.જે રવિવાર બપોર સુધી પકડી શકાયેલ ન હતો. ૫ત્નીની હત્યા કરીને ગૌરી અશરફી તેનો ફોન ધરે મુકીને નાસી ગયેલ હતો. ઘરમાં કંકાસ હોવાનુ મૃતકના પુત્રએ જણાવેલ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન