Video : નવસારીમાં ઉનાળા પહેલા જ તળાવો સુકાતા વિકટ સ્થિતિ સર્જાઇ - Sandesh
  • Home
  • Videos
  • Video : નવસારીમાં ઉનાળા પહેલા જ તળાવો સુકાતા વિકટ સ્થિતિ સર્જાઇ

Video : નવસારીમાં ઉનાળા પહેલા જ તળાવો સુકાતા વિકટ સ્થિતિ સર્જાઇ

 | 4:47 pm IST

ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. ત્યારે પાણીનો સંગ્રહ જરૂરી બની ગયો છે પરંતુ નવસારી જીલ્લાના કાઠા વિસ્તારમાં આવેલ બોરસી માછીવાડ ગામમાં આવેલા પાંચ તળાવ સુકાઈ જતા લોકોએ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

ઉનાળાની શરૂઆત થાય એ પહેલા પાણીની બુમરાણ ઉઠવા માંડી છે. નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના માછીવાડ ગામમાં પાણીની સ્થિતિ દુકાળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ગામના તળાવોમાં ચોમાસામાં પાણી ભરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરતું ઉનાળાની શરૂઆત થતાની સાથે તળાવના નિર સુકાઈ જતા અહી વસતા 3300 લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ગામના લોકોએ 10 કિલોમીટર દુર જઈ પાણી મેળવવું પડે છે, પરતું એ પાણી એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ મળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

માછીવાડ ગામમાં 5 વર્ષ પહેલા નહેરનું મીઠું પાણી આવતું હતું, પરંતુ કાઠા વિસ્તારમાં ખેતીમાટે જમીન ન હોવાના કારણે નહેર ખાતા દ્વારા આ વિસ્તામાં નહેરનું પાણી બંધ કરી દેવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિના કારણે ગામના લોકોને આવનારા દિવસોની ચિંતા સતાવી રહી છે. ગામમાં આવેલ બોર અને હેન્ડ પંપ માંથી પણ ખારું પાણી આવતા ખર્ચો મોંઘો પડે છે અને બીમાર પડવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ જીલ્લા પંચાયત પ્રમુખનું કહેવુ છે કે બધા તળાવો ભરેલા છે અને પાણી નિયમિત મળે છે.

એક તરફ સરકાર લોકોના હિતની મોટી મોટી વાતો કરે છે તો બીજી બાજુ નર્મદાના પાણી પણ ઘટી પડ્યાં છે. ત્યારે પ્રમુખ બધુજ સારું છે તેવું રટણ કરે છે ત્યારે જમીની હકીકત કઈક જુદી વાસ્તવિકતા દર્શવી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં કાઠા વિસ્તામાં રહેતા લોકોની કફોડી હાલત થાય તો નવાઈ નહિ.