નેપાળમાં રામમંદિર બનાવવા ઓલી જીદે ચડયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • નેપાળમાં રામમંદિર બનાવવા ઓલી જીદે ચડયા

નેપાળમાં રામમંદિર બનાવવા ઓલી જીદે ચડયા

 | 12:14 am IST

। કાઠમંડુ ।

નેપાળના વિવાદિત વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ ફરી એકવાર અસલી અયોધ્યાનો રાગ આલાપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે નેપાળના ચિત્તવન ખાતે માડી નજીક ઠોરીમાં ભગવાન રામની જન્મભૂમિ છે. આ વિસ્તારમાં રામમંદિર બનાવવા સ્થાનિક પ્રતિનિધિઓને માસ્ટર પ્લાન બનાવવા કહ્યું છે. નેપાળે હવે ભગવાન ગૌતમ બુધ્ધને નેપાળી ગણાવ્યાં હતાં. નેપાળે દાવો કર્યો હતો કે ઐતિહાસિક અને પૌરાણિક પૂરાવા છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં લુમ્બિનીમાં થયો હતો.

ઠોરી એ જ ભગવાન રામનું જન્મસ્થાન : નેપાળી પીએમ ઓલી

ઓલીએ દાવો કર્યો હતો કે દક્ષિણ નેપાળનું ઠોરી એ જ ભગવાન રામનું જન્મસ્થાન છે. સાચી અયોધ્યા બીરગંજની પિૃમે ઠોરીમાં છે. નેપાળની અયોધ્યાપુરીમાં રામનો જન્મ થયો હતો. તેમણે લોકોને આ માટે ઐતિહાસિક પુરાવા એકઠા કરવા કહ્યું હતું. પુરાવા મેળવવા અયોધ્યાપુરીમાં ખોદકામ કરવાના આદેશો આપ્યા હતા.

દશેરાની આસપાસ ભૂમિપૂજન અને બે વર્ષ પછી મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારી કરો

ઓલીએ માડી અને ઠોરીનું નામ અયોધ્યાપુરી રાખવા સલાહ આપી છે. ઓલીએ મંદિર માટે જમીન આપવા તૈયારી દર્શાવી છે. રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ બનાવવા પણ ઓલીએ આદેશ આપ્યા છે. ઓલીએ દશેરા વખતે રામનવમી પ્રસંગે મંદિરનું ભૂમિપૂજન કરવા તેમજ બે વર્ષ પછી મૂર્તિપ્રતિષ્ઠા કરવાના સંકેતો આપ્યા હતા. મંદિર માટે નેપાળ સરકાર આર્થિક સહાય કરશે તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન