રાધનપુરમાં હોસ્પિટલમાંથી બાળક ચોરી કેસમાં સીસીટીવી જોયા પછી પણ પોલીસને ન મળી કડી - Sandesh
NIFTY 10,682.70 -58.40  |  SENSEX 35,149.12 +-238.76  |  USD 67.7000 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાધનપુરમાં હોસ્પિટલમાંથી બાળક ચોરી કેસમાં સીસીટીવી જોયા પછી પણ પોલીસને ન મળી કડી

રાધનપુરમાં હોસ્પિટલમાંથી બાળક ચોરી કેસમાં સીસીટીવી જોયા પછી પણ પોલીસને ન મળી કડી

 | 8:35 pm IST

રાધનપુર ખાતે આવેલ આસ્થા હોસ્પિટલમાં બાળક ગુમ થયાની ચકચારી ઘટનામાં  છતાં નવજાત શિશુ ગુમ થયાને 4 દિવસ વીતી ગયા હોવા છતાં અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હોવા છતાં બાળકની કોઈ ભાળ મળી નથી. કે આ ક્ષેત્રે કોઈ કડી મળી નથી. હાલ દિશા વિહોણી રીતે પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે તેના ઉંડા પ્રત્યાઘાત પડ્યાં છે.

રાધનપુર ખાતે આવેલ આસ્થા હોસ્પિટલમાંથી બાળક ગુમ થયાને આજે ચોથો દિવસ થઈ ગયો છે.બાળકને જન્મ આપનાર માતા તથા પરિવારજનો બાળક કેવી રીતે ગુમ થયુ તેનો જવાબ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને તથા તપાસકર્મીઓ જોડે માંગી રહ્યાં છે. હોસ્પિટલ સત્તાવાળાઓ તેમજ પોલીસ વિભાગ તરફથી આ મામલે પરિવારજનોને અંધારામાં રાખવામાં આવી રહ્યાં છે ત્યારે હવે ભારે દબાણને વશ થઈને બાળક ગુમ થયું તે સમય દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડેાકટર મીનાબેન આજદિન સુધી પોલીસ મથકે હાજર ન થતાં પરિવારજનો તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તેમની પાસેથી બાળક ગુમ થવા વિશે સચોટ માહિતીની પુછપરછ કરવામાં આવે, તેવી માંગણઈ ઉઠવા પામી છે.

હોસ્પિટલમાંથી નવજાત બાળક ગુમ થવાની ઘટના બનતાની સાથે સલમાબેનને ડીલીવરી કરાવનાર આરોપી મહિલા ડેાકટર તેજ ઘડીએ રફુચકકર થઈ જતાં શંકાની સોય તેમના તરફ મંડાયી છે. જેને પગલે હવે પોલીસ દ્વારા પણ મહિલા આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.  જ્યારે ગુમ થયેલા નવજાત શિશુ અંગે તપાસ અધિકારી પાટણ જિલ્લા ડી.વાય.એસ પી. ઝાલાને પુછતા તેમણે કોઈ કડી હાથ લાગી હોવા અંગે નનૈયો ભણી દીધો હતો. પોલીસ અધિકારી ઝાલાએ જણાવ્યું હતું કે અમો ગત રોજ બાળક ગુમ થવાના બનાવમાં આસ્થા હોસ્પિટલના નવ કલાકના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરવા માટે લઈ ગયા હતા. જયારે મોડી રાત સુધી નવ કલાકના સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા હતા. પરંતુ બાળક ગુમ ક્યારે અને કેવી રીતે થયો તે વિશે એક પણ અણસાર અમોને મળ્યો નથી. આમ હોસ્પિટલની આજુ બાજુમાં જો બાળકના અવશેષો મળી જાય તો વધુ તપાસ માટે અમો એફ.એસ.એલ ની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરીશું. ત્યારે પ્રશ્ન એ છે કે પોલીસે શું ગુમ થયેલું બાળક મરી ગયાનું માની લીધું છે?

ઉલ્લેખનિય છે કે આસ્થા હોસ્પિટલમાં સલમાબેનને ડીલીવરી કરાવનાર બાળક ગુમ થયું તે સમય દરમિયાન હાજર ડોકટર મીનાબેન વિરૃધ્ધ મહિલાના પતિ મહમદ સાદીક દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોધાવવામાં આવી હતી. પરંતુ ઘટના બનતાની સાથે મહિલા ડેાકટર તેજ ઘડીએ હોસ્પિટલ છોડીને રફુચકક થઈ ગયા હતા. આમ ઘટના બન્યાને ચાર દિવસ થઈ ગયા હોવા છતાં, તેમનો અતોપતો નથી. બાળક ગુમ થવા અંગે સચોટ માહિતી મેળવવા માટે મહિલા ડોકટરની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવા માટે તેવી પરિવારજનોની માંગણીને લઈને હાલમાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આસ્થા હોસ્પિટમાંથી તાજા જન્મેલા બાળકને કોણ લઈ ગયું તે મુદ્દે સમગ્ર રાધનપુર નગરમાં ચકચાર જગાવી છે. હોસ્પિટલમાં સી.સી.ટી.વી કેમેરા, પૂરતો સ્ટાફ  તેમજ ચોકીદાર હોવા છતાં બાળક ગુમ થઈ જતાં નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આસ્થા હોસ્પિટલમાંથી બાળક ચોરી થવાનો આ ત્રીજો બનાવ છે.