in-new-york-sonali-bendre-returns-to-mumbai-after-undergoing-cancer-treatment
  • Home
  • Featured
  • Photos: મુંબઈ પરત ફરી અભિનેત્રી સોનાલી બેન્દ્રે, એરપોર્ટ પર પતિ ગોલ્ડી બહેલ સાથે આવી નજરે

Photos: મુંબઈ પરત ફરી અભિનેત્રી સોનાલી બેન્દ્રે, એરપોર્ટ પર પતિ ગોલ્ડી બહેલ સાથે આવી નજરે

 | 12:36 pm IST

બોલીવુડની ખુબજ સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે 5 મહિના પછી ન્યૂયોર્કથી મુંબઈ કેન્સરની સારવાર લઇને પરત ફરી છે. સોમવારે મુંબઈના એરપોર્ટ પર તેના પતિ ગોલ્ડી બહેલ સાથે નજરે ચડી હતી. સોનાલી કેન્સર ટ્રીટમેન્ટ દરમિયાન કેટલીક કીમોથેરોપીની પ્રક્રિયામાંથી પસાર થઈ છે.

આ કારણે તેને તેના સુંદરવાળ પણ કપાવવા પડ્યા હતા. સોનાલી જ્યારે પરત આવી તો તેણે કોઈ વીગ પહેરી નહોતી. એરપોર્ટ પર તે ખુબજ સામાન્ય રીતે આવી હતી. બ્લેક જેકેટ અને ટ્રાઉઝરમાં સોનાલી ખૂબજ સુંદર લાગતી હતી. પહેલા કરતા સોનાલીનો લુક ખૂબજ બગલાઇ ગયો છે. દવાઓ અને ટ્રીટમેન્ટના કારણે આવું થયુ છે.

આટલી મુશ્કેલીઓ પછી પણ તેના ચહેરા પર એવુંજ સ્માઈલ હતુ. સોનાલી કેન્સરની બીમારી સામે બહાદુરી પુર્વક જંગ લડીને આવી છે અને જેવી છે તેવાજ લુકથી સામે આવી છે આ વાતથી તે કેટલી હિમ્મતવાળી છે તે દર્શાવે છે. આપને જણાવી દઈએ કે 4 જુલાઈએ સોનાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આ દુખદ સમાચાર આપ્યા હતા.

મુંબઈ આવતા પહેલા સોનાલીએ એક ખુબસુરત પોસ્ટ લખીને જાણકારી આપી હતી. સોનાલીને ભારત પરત ફરતા કેવુ લાગી રહ્યુ છે તેની ભાવનાત્મક રજૂઆત કરી હતી. તેણે લખ્યુ છે કે હું ત્યા પરત ફરી રહી છુ જ્યા મારૂ દિલ છે. આ એક એવી ફિલિગ્સ છે જેને શેર કરતા ખુશી થાય છે. આ વાતને હુ શબ્દોમાં ન વર્ણવી શકુ. પરિવાર અને દોસ્તો વચ્ચે આવવાથી ખુશી અનુભવુ છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન