નાઈજીરિયામાં સાંડેસરા બંધુઓનું બેન્કોના પૈસે ૩ અબજ ડોલરનું ડીલ - Sandesh
  • Home
  • Gujarat
  • નાઈજીરિયામાં સાંડેસરા બંધુઓનું બેન્કોના પૈસે ૩ અબજ ડોલરનું ડીલ

નાઈજીરિયામાં સાંડેસરા બંધુઓનું બેન્કોના પૈસે ૩ અબજ ડોલરનું ડીલ

 | 2:38 am IST

। વડોદરા ।

બેંકો સાથે રૂ.૧૫૦૦૦ કરોડની છેતરપિંડી કરી નાઈજીરિયા ભાગી ગયેલા સાંડેસરા બંધુઓએ તાજેતરમાં જ નાઈજીરિયાની નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે ૩.૧૫ બિલિયન ડોલરનો સહયોગ કર્યો છે. વડોદરાના આર્થિક ભાગેડુઓ નીતિન જ્યંતિલાલ સાંડેસરા અને ચેતન જ્યંતિલાલ સાંડેસરાએ હવે નાઈજીરિયામાં કારોબાર વિકસાવવા માટે ભારતીય નાણાંનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સત્તાવાર રીતે આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે છે પરંતુ જે રીતે નાઈજીરિયન કંપનીએ શરતો મૂકી હતી તે જોતાં સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોમાંથી જંગી લોન મેળવી હતી તે નાણાંનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાય છે.

નાઈજીરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું છેકે, તેણે ૩.૧૫ બિલિયન ફાયનાન્શિયલ અને ટેકનિકલ સર્વિસીસ એગ્રીમેન્ટ સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડકશન કંપની (SEEPCO) સાથે કર્યું છે. નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની ૧૦૦ માલિકીની આ કંપની હવે ઓઇલ એક્સ્પોરેશન માટે કાર્ય કરશે.

એનએનપીસીની ઓઇલ ઉત્પાદનના સંશાધનો વધારવા અને ઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચનાના ભાગ રૂપે આ કરાર થયો હોવાનું બહાર આવ્યું છે. એનએનપીસીએ ચાલુ વર્ષના પ્રારંભમાં જ જણાવ્યું હતુંકે, તે સિપકો સાથે ૩.૧૫ બિલિયન ડોલર ઊભા કરવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ઉપરાંત નાઇજીરિયાની અન્ય કંપની સીએમઇએસ -ઓએમએસના સંયુક્ત સાહસ દ્વારા અન્ય ૯૯૧.૧ મિલિયન ડોલર ઊભા કરવામાં આવશે. સરકારી ઓઇલ કંપનીને તેના ઓઇલ સંશાધનો માટે ૪.૧ બિલિયન ડોલરની જરૂર છે.

જાન્યુઆરીમાં નાઈજીરિયામાં રોજના ૧.૭૮ મિલિયન બેરલનું ઉત્પાદન થતું હતું, તેમાંથી એનએનપીસી ૨,૪૦,૦૦૦નું ઉત્પાદન કરતી હતી. ચાલુ વર્ષના પ્રારંભે નાઈજીરિયાનું ઓઇલ ઓપરેશન ખોરવાઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન