in-ntr-biopic-actress-rakul-preet-first-look-out-as-sridevi
  • Home
  • Entertainment
  • Bollywood
  • રકુલને જોઈને યાદ આવશે શ્રીદેવી, બર્થડે પર શેર કર્યો First Look

રકુલને જોઈને યાદ આવશે શ્રીદેવી, બર્થડે પર શેર કર્યો First Look

 | 2:17 pm IST

એકટ્રેસ રકુલ પ્રીત સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ નિભાવી રહી છે. 10 ઓક્ટોબરે પોતાના જન્મદિવસના મોકા પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાનો લુક જાહેર કર્યો છે.

શ્રૂદેવીના ગેટઅપમાં પોતાનો લુક શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે Presenting first look of #sridevigaru in #ntrbiopic !! ❤️ hope you like it !

ફોટાનીચે રકુલે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની વ્હાઇટ કલરની સાડી પહેરી છે. સાથે સાથે ડાયમન્ડની જ્વેલરીથી ચારચાંદ લાગે છે વ્હાઈટ બિંદી શોભામાં વધુ અભિવૃદ્ધી કરે છે. લેજેન્ડરી એકટ્રેસ શ્રીદેવીનો રોલ મળવાથી રકુલ હાલતો ખુબજ એક્સાઈટેડ છે.

સાઉથ સિનેમાના દિગ્ગજ રાજનેતા અને એક્ટર NTRની બાયોપિક એક મોટો પ્રોજેક્ટ છે. આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ આવતા વર્ષે 9 જાન્યુઆરીએ રિલીઝ થશે. બીજો ભાગ રિપબ્લીક ડે વીકેન્ડમાં રિલીઝ કરવામાં આવશે. સમાચાર છે કે ફિલ્મના ડાયરેક્ટરે NTRની બાયોપીક પર ફોકસ કરવામાટે મણિકર્ણીકા ફિલ્મને અઘવચ્ચે છોડી હતી. ત્યારે આ ફિલ્મની જવાબદારી કંગના રનૌતે સંભાળી હતી.

રકુલ પ્રીત સિવાય આ ફિલ્મમાં વિદ્યાબાલન પણ ખાસ અંદાજમાં દેખાશે.વિદ્યાબાલન NTRની પત્નીનો રોલ નિભાવશે. આ મુવીથી વિદ્યા ટોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ 50 કરોડમાં બની છે. ફિલ્મની કહાની નંદમુરી તારકા રામા રાવના જીવન પર આધારિત છે. તે એક અભિનેતા, પ્રોડ્યુસર, નિર્દેશક, એડિટર અને રાજનેતા હતા. તેઓએ 7 વર્ષ સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પદની જવાબદારી નીભાવી હતી.