In phone call with S Jaishankar by China For Covid-19
  • Home
  • Corona live
  • કોરોના: ચીને PM મોદીના બે મોઢે કર્યા વખાણ, વિકટ પરિસ્થિતિમાં ભારતે મદદ કરતાં ગદગદ થઇ કહ્યું કે…

કોરોના: ચીને PM મોદીના બે મોઢે કર્યા વખાણ, વિકટ પરિસ્થિતિમાં ભારતે મદદ કરતાં ગદગદ થઇ કહ્યું કે…

 | 7:17 am IST

કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ વાયરસથી બચવા માટે ચીને એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના દેશમાં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને ફોરેન નેશનલ લોકોના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ કરી દીધી છે. હવે ચીનમાં એરપોર્ટ અને પોર્ટ બંને દ્વારા એન્ટ્રી પ્રતિબંધિત થશે. હવે માત્ર ડિપ્લોમેટિક વીઝા રજૂ થશે.

આપને જણાવી દઇએ કે પહેલાં પણ ચીને કોરોના વાયરસની વિરૂદ્ધ ભારત દ્વારા ઉઠાવેલા પ્રયાસોના વખાણ કર્યા હતા. ચીને કહ્યું હતું કે કોરોનાની વિરૂદ્ધ ભારત જંગ જીતી લેશે.

વાંગ યી એ જયશંકર સાથે કરી વાત

ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ ભારતના વિદેશ મંત્રી જયશંકરની સાથે ફોન પર વાત કરી હતી. વાંગ યી એ કહ્યું હતું કે ભારતયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની જનતાના કોવિડ-19ના નાજુક સમયમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને સંવેદના વ્યકત કરી હતી. ભારતીય પક્ષે ચીન પ્રજાને મદદ પણ કરી. અમે તેના માટે આભારી છીએ.

પીએમ મોદીની કરી પ્રશંસા

વાંગ યી એ કહ્યું હતું કે અત્યારે મહામારી વિશ્વના કેટલાંય વિસ્તારોમાં ફેલાય રહહ છે. ભારતમાં પુષ્ટિના કેસ પણ વધી ગયા છે. ચીની પક્ષ ભારતના મહામારી વિરોધી પગલાં અને તેમાં મળેલા સ્પષ્ટ પરિણામોની પ્રશંસા કરી છે. વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની પ્રજા ચોક્કસ આ મહામારીને યથાશીધ્ર જ પરાજીત કરશે. મૈત્રીપૂર્ણ પાડોશી દેશ હોવાના નાતે ચીન ભારતની સાથે મહામારીના મુકાબલાના અનુભવોને શેર કરવાનું અને ભારતને શકય મદદ કરવા માટે તૈયાર છે.

આ વીડિયો પણ જુઓ : જાણો,, લોકડાઉન અને કર્ફ્યુમાં શું તફાવત છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન