પુણેમાં અમિતાભ બચ્ચન અભિનિત 'ઝુંડ' ફિલ્મનું શૂટિંગ અટક્યું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • પુણેમાં અમિતાભ બચ્ચન અભિનિત ‘ઝુંડ’ ફિલ્મનું શૂટિંગ અટક્યું

પુણેમાં અમિતાભ બચ્ચન અભિનિત ‘ઝુંડ’ ફિલ્મનું શૂટિંગ અટક્યું

 | 12:14 am IST

મુંબઈ, તા. ૯

ફ્લ્મિદિગ્દર્શક નાગરાજ મંજુળેને એમની આગામી ફિલ્મનો સેટ સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીના મેદાનમાંથી હટાવવાનો આદેશ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નીતિન કરમળકરે આપ્યો છે. સેટ હટાવવા માટે મંજુળેને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આગામી ફિલ્મ ‘ઝુંડ’ના શૂટિંગ માટે નાગરાજ મંજુળેએ પુણે યુનિવર્સિટીનું મેદાન ભાડા પર લીધું હતું. આ ફિલ્મમાં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અભિનય કરી રહ્યા છે. અમિતાબ બચ્ચન જેવા સ્ટાર કલાકારો ફિલ્મમાં હોવાને કારણે નાગરાજ મંજુળેની ફિલ્મના શૂટિંગનો સમય લંબાતો જાય છે.

ફિલ્મનું શૂટિંગ કરવા માટે મેદાન ભાડે આપીને લીઝના કરારનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ પુણે શહેર તહસીલ કાર્યાલયે યુનિવર્સિટી પર મૂક્યો હતો. આને કારણે જિલ્લાધિકારી કાર્યાલય તરફથી યુનિવર્સિટી પર કાર્યવાહી કરવામાં આવે એવા સંકેત આપવામાં આવ્યા હતા. નાગરાજ મંજુળેની ફિલ્મ રમતગમતના વિષય આધારિત હોવાને કારણે યુનિવર્સિટી દ્વારા સહાનુભૂતિ દાખવવામાં આવી હતી અને ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવી હતી. જોકે તહસીલ કાર્યાલય દ્વારા થનારી કાર્યવાહીના ભયને કારણે સેટને હટાવવાનો આદેશ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો.

આખા શિયાળા દરમિયાન મેદાન પર સેટ હોવાને કારણે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન અને નાગરિકોને વ્યાયામ માટે જગ્યા ન મળી. અમારી હકની જગ્યા અમને ક્યારે મળશે, એવો સવાલ વિદ્યાર્થીઓ કર્યો હતો.

;