Pune doctor clicks on link sent by ‘bank’, loses Rs 3 lakh
  • Home
  • Featured
  • ભૂલથી પણ મેસેજમાં આવતી લિન્ક પર ન કરશો ક્લિક, થઈ જશે એકાઉન્ટ ખાલી

ભૂલથી પણ મેસેજમાં આવતી લિન્ક પર ન કરશો ક્લિક, થઈ જશે એકાઉન્ટ ખાલી

 | 3:05 pm IST

બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ ખુબજ વિકસીત થઈ રહી છે. આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે એક આંગળી પર તમે તમારૂ એક નાનકડુ વિશ્વ ઉભુ કરી શકો છો. આ એડવાન્સ ટેકનોલોજીના ફાયદો પણ છે અને નુકસાન પણ છે. ટેકનોલોજીની મદદથી કેટલાક દિવસોમાં છેતરપિંડીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ કારણે ઓનલાઈન છેતરપિંડીથી બચવા એલર્ટ રહેવું ખુબ જરૂરી છે.

છેતરપિંડી કરવાનો આજકાલ સૌથી સરળ રસ્તો છે મોબાઈલ પર મેસેજ દ્વારા લિન્ક મોકલીને યૂઝર તેના પર જેવુ ક્લિક કરશે તમારૂ ખાતુ સાફ. જો તમારા મોબાઈલ પર આવા કોઈ મેસેજ કે લિન્ક આવે છે તેના પર ક્લીક કરતા પહેલા વિચારજો. હાલમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો.

એક ડોક્ટરને આવુ કરવુ ખુબજ મોંઘુ પડ્યુ એના ખાતામાથી અજાણ્યા વ્યક્તિએ ખાતામાંથી ઉચાપત કરી લીધી. પોલીસે જોકે તેને ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિ એક ખાનગી કંપનીંમા જોબ કરે છે આ વ્યક્તિ પર નવેમ્બરમાં ડૉક્ટર પાસેથી 2,90,000 રૂપિયાની ઉચાપત કર્યાનો આરોપ છે.

આ રીતે કરે છે છેતરપિંડી

ગ્રામદેવી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે બીપિન મહંતો નામના આ માણસે 21 નવેમ્બર 2018મા ડૉક્ટરને ફોન કરીને કહ્યુ કે તે એક બેન્ક કર્મચારી છે અને આ કોલ ફક્ત એ જાણવા માટે જ કર્યો છે કે તેમની સેવામા કોઈ તકલીફ તો નથી આવી રહીને. ડૉક્ટર સાથે વાત કરતા એકાઉન્ટ સાથેની તમામ માહિતી એકઠી કરી લીધી. અને ખુબજ ચાલાકીથી તેમના ખાતામાંથી રકમ ઉપાડી લીધી.

પોલીસે ઝડપી લીધો આરોપીને

ડૉક્ટરના ફોન સાથે વાત કર્યા પછી જ્યારે તેમના નંબર પર એક લીન્ક આવી જેના પર ક્લિક કરવાથી પાંચ મેસેજ રિસીવ થયા. આ મેસેજ વાંચ્યા પછી ડૉક્ટરને ખબર પડીકે તેમના ખાતામાંથી 2,90,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. મેસેજથી ગભરાયેલા ડોક્ટરે તે નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ખુબજ મોડુ થઇ ગયુ હતુ તે નંબર જ બંધ થઈ ગયો હતો.

ડૉક્ટરે તમામ મામલાની જાણ પોલીસને કરી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો જાણવા મળ્યુ કે ડૉક્ટરના ખાતામાંથી રકમ સીધી બીહારમાં રહેતા બીપિનના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પોલીસે જ્યારે ટ્રેક કરવાનો શરૂ કર્યો તેને થોડા દિવસમાં પુણાથી પકડવામાં આવ્યા. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

થોડા દિવસ પહેલા SBI બેન્ક તરફથી પણ જાહેર કરવામાં આવ્યુ હતુ કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખો. સમય સમય પર પાસવર્ડ બદલતા રહો. તમારો પીન નંબર કોઈને ન આપો તમારી ડિટેલ કોઈ સાથે શેર ન કરો. કોઈ પણ બેન્કના નામે ફોન આવે તો પણ તેની માહિતી ન આપો. સાવધાની રાખવી ખુબજ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન