રાજસ્થાનમાં ગરીબી રેખા હેઠળની મહિલાઓને નિઃશુલ્ક મોબાઈલ ફોન - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • રાજસ્થાનમાં ગરીબી રેખા હેઠળની મહિલાઓને નિઃશુલ્ક મોબાઈલ ફોન

રાજસ્થાનમાં ગરીબી રેખા હેઠળની મહિલાઓને નિઃશુલ્ક મોબાઈલ ફોન

 | 2:46 am IST

કરન્ટ અફેર્સઃ -જયેશ ઠકરાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા ગરીબી રેખા હેઠળ (બીપીએલ) આવતા વર્ગની મહિલાઓને નિઃશુલ્ક મોબાઈલ ફોન આપવાનો નિર્ણય રાજસ્થાન સરકારે કર્યો છે. ભામાશા યોજના અંતર્ગત આ ફોન આપવા ઉપરાંત ૫૦૦૦ ગ્રામ પંચાયતોને વાઈ-ફાઈની સુવિધા પણ આપવામાં આવશે.

નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય વિમાન સંમેલનમાં કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આગામી ૧૦થી ૧૫ વર્ષમાં દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી. વિઝન-૨૦૩૫ અંતર્ગત ૬૦ અરબ ડોલર ખર્ચ કરવામાં આવશે.

દેશ-વિદેશ

સંયુકત આરબ અમીરાતે મંગળ ગ્રહના વાતાવરણ અને તેના ઉપર અધ્યયન માટે ‘ હોપ ‘ અભિયાનની ઘોષણા કરી. આ મિશન ૨૦૨૦માં લોન્ચ થશે. ૨૦૨૧મા સંયુકત આરબ અમીરાતની રચનાની ૫૦મી વર્ષગાંઠ છે.

ભારત અને અમેરિકા વચ્ચે ૨+૨ મંત્રણાના પહેલા દેશમાં નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને અમેરિકાના રાજય સચિવ માઈકલ પોમ્પેઓ અને રક્ષામંત્રી જેમ્સ મેટીસ મળ્યા. આ બેઠકમાં વ્યાપાર, આતંકવાદ, એચ ૧બી વીઝા મુદ્દે ચર્ચા થઈ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાયપ્રસ, બલ્ગેરિયા અન ચેક રિપબ્લિકની મુલાકાત લીધી. સાયપ્રસે ન્યુકિલયર સપ્લાયર ગ્રૂપમાં ભારતની સદસ્યતાનું સમર્થન કયુંર્.

ઓર્ડર-ઓર્ડર

જસ્ટિસ રંજન ગોગોઈ ભારતના ૪૬મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ જસ્ટિસ દીપક મિશ્રનું સ્થાન સંભાળશે. ઉતર-પૂર્વ ક્ષેત્રમાંથી આ પદ ઉપર પહાંેચનાર તેઓ પહેલા વ્યકિત છે. તેમનો કાર્યકાળ ૩ ઓકટોબર-૨૦૧૮ થી ૧૯ નવેમ્બર ૨૦૧૯ સુધીનો રહેશે.

જસ્ટિસ તાહિરા સફદરે પાકિસ્તાનના બલુચિસ્તાન ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યંુ. આ પદ પર પહોંચનાર તે પ્રથમ મહિલા છે.

રમત-જગત

દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૧૮માં ૫૦ મીટર પીસ્ટલ ઈવેન્ટમાં ભારતીય નિશાનેબાજ ઓમ પ્રકાશે સુવર્ણપદક જીત્યો.

ખો-ખોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે તે માટે ઈંગ્લેન્ડમાં યોજાનારી પહેલી આંતરરાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ માટે ભારતે આર્થિક સહાયતા જાહેર કરી છે.

ઉતર કોરિયામાં ઉત્તમ દેખાવ સાથે બે ભારતીય નિશાનેબાજ અંજુમ મોદગીલ અને અપૂર્વી ચંદેલાએ ૨૦૨૦-ટોકીયો ઓલિમ્પિક માટે પોતાનું સ્થાન પાક્કું કયુંર્.

ન્યૂઝ મેકર્સ

ઈંગ્લેન્ડ વતી ટેસ્ટ ક્રિકેટમાં ૧૨૦૦૦ થી વધુ રન બનાવનાર પૂર્વ કપ્તાન એલીસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ ઘોષણા કરી.

૧૮મા એશિયાઈ રમતોત્સવમાં ૬ સુવર્ણ, ૨ રજત જીતનાર  રિકાકો ઈકી નામના જાપાની સ્વીમરનું “સૌથી મુલ્યવાન ખેલાડી” પુરસ્કારથી બહુમાન થયું.

પાકિસ્તાન રાષ્ટ્રપતિ તરીકે ડો.આરિફ ઉર રહમાન આલ્વીની નિમણૂક થઈ. તહરિક એ ઈન્સાફ પાર્ટીના સ્થાપક સભ્ય અલ્વીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એતજાજ એહસાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ એન ના ઉમેદવાર મૌલાના ફજલ ઉર રહેમાનને હરાવ્યા.

ન્યૂઝલાઈન

બે પુખ્ત વ્યકિતઓ વચ્ચે સંમતિથી થતા સજાતીય સંબંધોને કાયદેસર ગણાવતો ઐતિહાસિક ચુકાદો ભારતીય સુપ્રીમ કોર્ટે આપ્યો.

૧૮મા એશિયાઈ રમતોત્સવમાં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ૧૫ સુવર્ણ, ૨૪ રજત અને ૩૦ કાંસ્ય; કુલ ૬૯ પદક જીત્યા.

નિમણૂક

ભારતીય બેન્ક એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે સુનીલ મહેતા અને ઉપાધ્યક્ષ તરીકે દીનબંધુ મોહપાત્રાની નિયુક્તિ .

ઈસ્પાત વિભાગના સચિવ તરીકે તેલંગાણા કેડરના ૧૯૮૩ બેચના આઈએએસ અધિકારી બિનોય કુમારની નિમણૂક.

નિધન

કડવે પ્રવચનથી જાણીતા જૈન મૂનિ તરુણ સાગરજીનું નિધન.

મહારાષ્ટ્રના પૂર્વ ફૂટબોલ પ્લેયર અને વિવિધ ફૂટબોલ ક્લબ વતી રમેલા આર્થર પરેરાનું નિધન થયું.

રાજયોની રફતાર

૧૯૪૭ પછી શહિદ થયેલા સૈનિકોના પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવા માટે રાજસ્થાનમાં પ્રત્યેક જિલ્લા મુખ્યાલય ખાતે રોજગાર કેન્દ્ર યોજવાનો નિર્ણય થયો છે.

વાહ્

ઔરોરા પુરસ્કાર વિજેતા ક્યાવ હલા ઓંગે પોતાને ઈનામમાં મળેલી રૂ.૭ કરોડ રકમ રોહિંગ્યા શરણાર્થીઓનો સહાયતા માટે આપવાની ધોષણા કરી છે.

વિશિષ્ટ

ભારતમાં તબીબીક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતા પ્રતિષ્ઠિત ડો. બી.સી.રોય મેડિકલ પર્સન ઓફ ધ યરના રાષ્ટ્રીય પુરસ્કારથી મુંબઈના ન્યૂરો સર્જન બી.કે. મિશ્રાનું બહુમાન થશે.

[email protected]