રાજકોટમાં પિતાએ 'ના' પાડતા 14 વર્ષના પુત્રે કરી લીધો આપધાત - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં પિતાએ ‘ના’ પાડતા 14 વર્ષના પુત્રે કરી લીધો આપધાત

રાજકોટમાં પિતાએ ‘ના’ પાડતા 14 વર્ષના પુત્રે કરી લીધો આપધાત

 | 2:31 pm IST

રાજકોટમાં સંતકબીર રોડ બનેલા એક બનાવમાં એવું બની ગયું કે જાણીને શ્વાસ થંભી જાય. રાજકોટની પ્રતિક સ્કૂલમાં ભણતા મોહિત રાઠોડ નામના કિશોરે આપઘાત કરી લીધો. કારણ શું હતું જાણો છો. સાવ સામાન્ય કહી શકાય તેવી વાત હતી કારણમાં. પિતાએ ભણતા દિકરાને મોબાઈલ પર ગેમ રમવાની ‘ના’ પાડી. મોબાઈલ પર ગેમ રમવાના શોખે આ મોહિતની જિંદગી લઈ લીધી. ત્યારે  સવાલ થાય છે કે શું જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે કે આમ આપી દેવાય?  શું જીવનનું મૂલ્ય જ નથી ?

જો તમે તમારા પુત્રને સમય કરતાં પહેલાં કેટલીક ચીજ આપી દેવામાં સ્ટેટસ સમજતા હોય તો આ આંખ ઉઘાડતો કિસ્સો જરૂર વાંચો. નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ આપી દીધો એજ માતાપિતાની મોટી ભૂલ બની રહી. વાત એટલી જ હતી કે પિતાએ પુત્ર મોબાઈલમાં સતત ગેમ રમતો હોવાથી ઠપકો આપ્યો હતો. તેટલું ન રમતા ભણવામાં ધ્યાન આપવા કહ્યું હતું. પિતાના ઠપકાને પગલે મોહિતે આપઘાત કરી લીધો.

મોહિતના આપઘાતને કારણે હાલ રાઠોડ પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈને લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધું તપાસ હાથ ધરી છે. ત્યારે બનાવને પગલે રાજકોટમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ છે.