રાજકોટમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોમાં પ્રેમીના ભાઈની કરાયી'તી હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોમાં પ્રેમીના ભાઈની કરાયી’તી હત્યા

રાજકોટમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોમાં પ્રેમીના ભાઈની કરાયી’તી હત્યા

 | 9:11 pm IST

પોલીસે 2 સગીર સહિત કુલ સાત શખ્સોની કરી ધરપકડ
+
રાજકોટનાં થોરાળા વિસ્તારમાં બે દિવસ પહેલા યુવાનની થયેલી હત્યામાં થોરાળા પોલીસે 2 સગીર સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતકનાં ભાઇનાં આરોપી અજયની પત્ની સાથેનાં અનૈતિક સબંધો હોવાના મામલે તેને  મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. જુઓ કોણ છે આ શખ્સો અને કેવી રીતે આપ્યો હતો ઘટનાને અંજામ જાણો અહિં અમારા આ અહેવાલમાં…

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સોનાં નામ છે સાગર વિનોદ વાઘેલા, અજય અશોક નારોલા, આનંદ ઉર્ફે કાળુ વિનોદ વાઘેલા, કાન્તી લખમણ બારૈયા અને આરતી કાન્તી બારૈયા સહિતના આ તમામ શખ્સોએ થોરાળા વિસ્તારમાં મહેશ ચૌહાણ નામનાં યુવાનની સનસનીખેજ હત્યા કરી નાંખી હતી. થોરાળામાં 10મી જૂને સમી સાંજે સાડાચાર કલાકે મૃતક મહેશ ચૌહાણને સમાધાન કરવાના બહાને બોલાવીને આરોપીઓએ તેની જ પત્નિ કાજલની નજર સામે જ રહેંસી નાખ્યો હતો. મૃતકની પત્ની કાજલે આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે થોરાળા પોલીસે 7 શખ્સો સામે ફોજદારી ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપીઓ કોઠારીયા રોડ પર આવેલા રણુંજા મંદિર પાસે મળવાના હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા. હાલ પોલીસે બે સગીર આરોપીઓને બાળ હોમમાં મોકલી આગળની તપાસ શરૂ કરી છે.

થોરાળા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ અશ્વીન મોડીયાએ જણાવ્યું હતું કે મૃતક મહેશ ચૌહાણનાં ભાઇ દશરથને આરોપી અજયની પત્ની પાયલ સાથે પ્રેમ સબંધ હતો. અનૈતિક સબંધોને કારણે આરોપીએ આ અગાઉ પણ મહેશ અને તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. જેનું સમાધાન કરવાનાં બહાને મૃતક મહેશને વાલમીકી વાસમાં બોલાવાયો હતો. જ્યાં તેનાં પર તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો અને વાહન કબજે કરવા કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે તમામ આરોપીઓની સઘન પુછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન