In Rajkot Rain of money on devayat khavad millions of rupees
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટમાં થયો લાખો રૂપિયાનો વરસાદ, કોંગી ધારાસભ્યના કાર્યક્રમમાં દેવાયત પર લાલ નોટોના થપ્પા ઉડ્યાં

રાજકોટમાં થયો લાખો રૂપિયાનો વરસાદ, કોંગી ધારાસભ્યના કાર્યક્રમમાં દેવાયત પર લાલ નોટોના થપ્પા ઉડ્યાં

 | 6:30 pm IST

રાજકોટમાં ડાયરાના કાર્યકર્મમાં રૂપિયાનો વરસાદ થયો હતો. કાલાવડના મોટી નાગાડણ ગામે ડાયરાનો કાર્યક્રમ હતો ત્યાં આવા દૃશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજકોટમાં કલાવડના મોટી નાગાજણ ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો અને વીડિયો ધડાધડ વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના કોંગી કોર્પોરેટર વિજય વાંકના પરિવાર દ્વારા ડાયરનું આયોજન કરાયું હતું. કે જેમાં પૈસાની જમાવટ થઈ હતી. ડાયરામાં કલાકાર દેવાયત ખવડ પર રૂ.10 થી લઈને 20000 સુધીની નોટનો વરસાદ થયો હતો. ડાયરામાં લાખો રૂપિયા ઉડ્યા હતા.

આ પહેલાઆવું જ કંઇક જામનગરમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું. જ્યાં લગ્નમાં રૂપિયાનો વરસાદ થયો. અહીં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યો હતો. એક અંદાજ અનુસાર લાખો રૂપિયા લગ્નમાં ઉડાવી દીધા હતાં. જામનગરનાં ચેલા ગામમાં વરરાજા હેલિકોપ્ટરથી પરણવા આવ્યા હતાં. એક અનુમાન અનુસાર 80 લાખ રૂપિયાથી વધુની રોકડ જાનમાં ઉડાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન