in real life babita ji munmun dutta is very stylish see photos
  • Home
  • Featured
  • Photos: રિયલ લાઇફમાં ખુબજ સ્ટાઇલિશ છે ‘બબીતા જી’ સોશિયલ મીડિયા પર ચાલે તેનું રાજ

Photos: રિયલ લાઇફમાં ખુબજ સ્ટાઇલિશ છે ‘બબીતા જી’ સોશિયલ મીડિયા પર ચાલે તેનું રાજ

 | 2:24 pm IST

દર્શકોને પેટ પકડીને હસાવનાર મનોરંજન પીરસતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી છવાયેલ છે. આજે પણ દર્શકો આ શોને એટલા જ રસથી જુએ છે તમને દરેક પાત્ર એકદમ સામેજ હોય એવુ લાગે. આ શોમાં સૌથી લોકપ્રિય પાત્ર છે જેઠાલાલનું અને તેમની ખુબસુરત પડોશણ બબીતાજી. આ બંને પાત્ર વગર આ સીરીયલ અધુરી જ લાગે.

બબીતાજીના પાત્રને જીવંત કરી બતાવનાર એકટ્રેસ મુનમુન દત્તા રિયલ લાઇફમાં ખુબજ સ્ટાઇલિશ છે. બબીતાજીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ચાહકો પણ ઓછા નથી. આ જ કારણ છે કે એમની ગણતરી દેશની સૌથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસમાં થાય છે.

મુનમુનને કુદરતાના ખોળે ફરવુ ખૂબ જ પસંદ છે. ઈન્સ્ટાગ્રામ પર તે તેની તસવીરો શેર કરતી રહે છે. તે હંમેશા પોતાના ગોર્જિયસ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે અને ફૅન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન