સોશિયલ મીડિયામાં રેશમા પટેલના મોર્ફ્ડ ફોટાઓ વાયરલ થવા સામે હાઈકોર્ટની લાલ આંખ - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સોશિયલ મીડિયામાં રેશમા પટેલના મોર્ફ્ડ ફોટાઓ વાયરલ થવા સામે હાઈકોર્ટની લાલ આંખ

સોશિયલ મીડિયામાં રેશમા પટેલના મોર્ફ્ડ ફોટાઓ વાયરલ થવા સામે હાઈકોર્ટની લાલ આંખ

 | 8:36 pm IST

સોશિયલ મીડિયામાં પાસમાંથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલના મોર્ફ્ડ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવાને મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મોર્ફ્ડ ફોટાઓ સાથે અભદ્ર ટિપ્પણીઓ કરીને બદનામી કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

સની પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટે આ મામલે સાઈબર સેલને આદેશ કર્યો છે. હાઈકોર્ટે આદેશ કરતાં કહ્યું કે જો ગુનો બનતો હોય તો આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવે.

ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ તેમ કરીને પાસમાંથી ભાજપમાં ગયેલા રેશમા પટેલ મોરબીના ટંકારામાંથી ભાજપના ઉમેદાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા વચ્ચે તેમના મોર્ફ્ડ ફોટાઓ વાયરલ થતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.