In Route From Pakistan, Locusts Attack On Jaislelmar At Rajasthan
  • Home
  • Featured
  • J&Kમાં સેનાના ધાડેધાડા ઉતાર્યા તો પાકિસ્તાન તરફથી ભારતીય સરહદના ગામડાંઓમાં આનો ખોફનાક આતંક

J&Kમાં સેનાના ધાડેધાડા ઉતાર્યા તો પાકિસ્તાન તરફથી ભારતીય સરહદના ગામડાંઓમાં આનો ખોફનાક આતંક

 | 3:09 pm IST

એકબાજુ જમ્મુ-કાશ્મીરમાં આર્મી અને વાયુ સેનાને સ્ટેન્ડબાય કરાયાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યાં બીજીબાજુ પાકિસ્તાન તરફથી સરહદને અડીને આવેલા ભારતના ગામડાંઓ હેરાન-પરેશાન થઇ ગયા છે. ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા જેસલમેર જિલ્લામાં પાકિસ્તાન તરફથી આવી રહેલા તીડના ઝૂંડોના ઝૂંડે ઉભા પાક પર આતંક ફેલાવી દીધો છે. તેના લીધે ખેડૂત પોતાના પાકની સુરક્ષાને લઇ ચિંતિત છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે જિલ્લા પ્રશાસન અને રાજસ્થાન સરકાર માટે પ્રબંધ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.

જિલ્લા પ્રશાસન આ સમસ્યાના ઉકેલ માટે કીટનાશકોનો સતત છંટકાવ કરી રહ્યું છે. તેનાથી પણ પાકિસ્તાની તીડને રોકી શકાતા નથી. પરંતુ જેસલમેર જિલ્લાના ખેડૂતોએ હવે આ સમસ્યાના ઉકેલ માટે એક અનોખી રીત અપનાવી છે. તેના અંગે જાણીને તમને પણ નવાઇ લાગશે.

થાળીઓ વગાડી રહ્યા છે જેસલમેરના ખેડૂત
સ્થાનિક ખેડૂત પોતાના ખેતરમાં થાળીઓ સહિત બીજા અવાજ કરનારા યંત્રોને વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં ખેડૂત એક ગ્રૂપ બનાવીને ખેતરોમાં નીકળી રહ્યા છે અને થાળીઓ સિવાય બીજા વાદ્ય યંત્ર વગાડીને તીડને ખેતરમાંથી ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ખેડૂતોની સમસ્યા વધી
જેસલમેરના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લાં પંદર દિવસથી લાઠી, ભાદરિયા, ફિલ્ડ ફાયરિંગ રેન્જ, સોઢાકોર, સોજિયાના ઢાણી ક્ષેત્રમાં તીડ પર નિયંત્રણ કરાયું. તેમ છતાંય કેટલીય જગ્યાએ તીડના મોટા ઝૂંડ હજુ પણ જોવા મળી શકે છે. તીડ મોટી સંખ્યામાં હોવાથી પાક, ઘાસ અને વનસ્પતિઓને નષ્ટ કરી દે છે. કહેવાય છે કે છેલ્લા બે મહિનાથી તીડનો આતંક ચાલુ છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ તીડનો આંતક થોડાંક મહિના પહેલા હતો
થોડાંક મહિના પહેલાં ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ પાકે તીડનો આતંક ફેલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રણમાં થતા તીડ આંતરરાષ્ટ્રીય જીવડા છે, જે ખેતીનું જૂનું દુશ્મન છે. તીડ દુનિયાના ઘણા દેશમાં જોવા મળે છે. તીડના ઝૂંડ 60 દેશોના ત્રણ કરોડ વર્ગ કિલોમીટર વિસ્તારને કવર કરે છે. રણમાં થતી તીડ ઓમાન, સાઉદી અરબ, ઈરાન, પાકિસ્તાન, અને ભારતના સરહદી રાજ્યો રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં આક્રમણ કરે છે. આ વિસ્તારોમાં એક સાથે 80 હજાર વર્ગ માઈલ વિસ્તારને કવર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન