in san francisco moving 139 year old victorian house to new address
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 139 વર્ષ જૂના મકાનને હવામાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દીધું, વીડિયો જોઈ લોકો ચોંકી ગયા

139 વર્ષ જૂના મકાનને હવામાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દીધું, વીડિયો જોઈ લોકો ચોંકી ગયા

 | 11:31 am IST
  • Share

સાન ફ્રાન્સિસ્કો(san francisco)ની શેરીઓમાંથી રવિવારે જ્યારે 139 વર્ષ જુની બે માળની ઇમારત પસાર થઈ ત્યારે લોકોએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે કોઈપણ હોય કરવાના જ હતા. કારણ કે નજારો જ કંઈક એવો હતો. આ વિક્ટોરિયન ઘરને હાઇડ્રોલિક્સ અને ટ્રકોની મદદથી નવી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું હતું. અહેવાલ મુજબ આ મકાન 5,170 ચોરસ ફૂટનું મકાનને 807 ફ્રેન્કલિન સેન્ટથી 635 ફુલટન સેન્ટમાં ખસેડવામાં આવ્યું છે, જે જૂની જગ્યાએથી થોડે દૂર હતું.

આ એક પડકારજનક કામ હતું, જેને એન્જિનિયર્સે ખુબ સરસ રીતે પુરુ કર્યું હતું. કારણ કે ઘરને નવી જગ્યાએ ખસેડતી વખતે ઝાડ, સિગ્નલો અને પાર્કિંગ મીટરનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ ઐતિહાસિક ઇમારત શહેરની શેરીઓમાં પસાર થઈ રહી હતી, ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. જાણે કોઈ પરેડ રસ્તા પરથી નીકળી રહી હોય તેમ, રસ્તાની બંને બાજુ લોકો જોવા માટે ઉભા રહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન