ચાલુ શાળાએ બાળકનું મોત, પરિવારનો શાળા પર ગંભીર આક્ષેપ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ચાલુ શાળાએ બાળકનું મોત, પરિવારનો શાળા પર ગંભીર આક્ષેપ

ચાલુ શાળાએ બાળકનું મોત, પરિવારનો શાળા પર ગંભીર આક્ષેપ

 | 5:17 pm IST

સાણંદમાં ગઢિયા ચાર રસ્તા પાસે આવેલ તાલુકા શાળા નંબર-1 અંગ્રેજી માધ્યમમાં આજ સવારે 11 કલાક આસપાસ ચાલુ શાળાએ ધો.8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિવમ અભિલાષ સેન (ઉ.13વર્ષ) બેભાન થઈ જતા શાળાના શિક્ષકો દ્વ્રારા તેના પરિવાર જનોને આ ઘટના અંગે જાણ કરતા શાળાના શિક્ષકોએ ખાનગી વાહનમાં સાણંદની 2 ખાનગી હોસ્પિટલ પ્રથમ સારવાર માટે લઇ ગયેલ ત્યાંથી ફરજ પરના ડો.તપાસ કર્યા બાદ વિધાર્થી શિવમ અભિલાષ સેનને મૃત જાહેર કર્યો હતો અને સાણંદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો ત્યાં સ્કુલના આચાર્યે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ સાણંદ સિવલ હોસ્પિટલ આવી પહોચી હતી તેમજ વિધાર્થીના પરિવારજનોએ બાળકનું મૃત્યુ કઈ રીતે થયું તેને લઈને PMની માંગણી કરતા બાળકને PM માટે ખસેડાયો હતો તો બીજી બાજુ પરિવારના સભ્ય દ્વારા શાળાના શિક્ષકો પર આપક્ષે કરાયો હતો કે ઘટના બનતા શાળાના શિક્ષકોએ 108 જાણ કરી હોત તો બાળકને તાત્કાલિક સારવાર મળી રહેત અને બાળક જીવિત હતો.

ઘટના ક્રમે સાણંદ સિવલ હોસ્પિટલ ખાતે મૃત બાળકના પરિવાર અને સગાઓના ટોળા એકઠા થયા. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

– બાળક બેભાન થતા ખાનગી વાહનમાં તેમજ ખાનગી હોસ્પિટલ લઇ જવાતા મૃતક વિદ્યાર્થીના પરિવાર જનોમાં ઉગ્ર રોષ
– શાળાના આચાર્યએ સંદેશ ન્યુઝને આ ઘટનાક્રમ વિશે જણાવ્યા અનુસાર બાળક અગાઉ પણ બેભાન થઇ ગયેલો અને બાળકને દવા પણ ચાલુ છે
– ઘટના બનતા સાણંદ સિવિલ બહાર પરિવાર જનોનો તેમજ લોકોના ટોળા એકઠા થયા