સેન્સેક્સમાં ૩૯,૧૦૦ સુધીનો વધુ ઘટાડો જોવાશે - Sandesh
  • Home
  • Budget
  • સેન્સેક્સમાં ૩૯,૧૦૦ સુધીનો વધુ ઘટાડો જોવાશે

સેન્સેક્સમાં ૩૯,૧૦૦ સુધીનો વધુ ઘટાડો જોવાશે

 | 5:51 am IST

બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (૩૯,૭૩૬) મિત્રો, બી.એસ.ઇ ઇન્ડેક્સ ગત સપ્તાહમાં ૬ કામકાજના દિવસોમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૪૧,૬૧૩ સામે ૪૧,૫૧૧ના મથાળે ખૂલી સામાન્યત : ૪૧,૫૧૬ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ નફારૂપી ભારે અને સતત નફારૂપી વેચવાલી થકી ૩૯,૬૩૧ની નીચી સપાટી સ્પર્શી અંતે ૩૯,૭૩૫ના મથાળે બંધ રહેલ છે. જેના આગલા સાપ્તાહિક બંધ ૪૧,૬૧૩ની સરખામણીમાં ૧,૮૭૭ પોઇન્ટનો જંગી ઘટાડો દર્શાવે છે. ગત સપ્તાહે ઓવરઓલ કોરોના વાઇરલ થકી વૈશ્વિક સ્તરે સેન્ટીમેન્ટ અત્યંત ખરાબ થયું હતું. તદુપરાંત ગત શનિવારે રજૂ થયેલ કેન્દ્રીય બજેટ અપેક્ષાથી ઊણું ઉતરતા ભારે વેચવાલી નીકળી હતી. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની અસર પણ ભાવો ઉપર જોવાઈ હતી. એકંદરે આંતરપ્રવાહો સાવચેતીભર્યાથી નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૬,૦૦૦ના ઘટાડે લેવાલી જોવાશે. ઓવરઓલ લેણમાં ૩૦,૦૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦ તથા ૪૬,૪૦૦ના આંક આવશે. હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૯,૮૪૫ તથા ૩૯,૯૩૨ નજીકની તથા ૪૦,૩૦૯- ૪૦,૩૫૪ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે. વેચાણમાં ૪૦,૪૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૯,૨૪૯ તથા ૩૯,૧૩૦- ૩૯,૦૯૪નો વધુ ઘટાડો જોવાશે. ઉપરમાં ૪૦,૪૮૦ પાર થતાં ૪૦,૮૩૦નો વધુ ઉછાળો જોવાશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર : (૧૧,૬૫૫) ૧૧,૭૨૨ નજીકની તથા ૧૧,૮૩૧ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે. વેચાણમાં ૧૧,૮૯૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૬૦૯ તથા ૧૧,૫૩૩નો વધુ ઘટાડો જોવાશે. ઉપરમાં ૧૧,૮૯૮ પાર થતાં ૧૧,૯૫૫ તથા ૧૨,૦૨૬નો વધુ ઉછાળો જોવાશે.

બેન્ક નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર : (૨૯,૮૭૩) ૩૦,૧૭૩ નજીકની તથા ૩૦,૫૦૦-૩૦,૬૧૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે. વેચાણમાં ૩૦,૭૪૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૯,૬૯૪ તથા ૨૯,૫૮૯ની આરંભિક નીચી સપાટી આવશે, જે મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. ૨૯,૫૮૯ તૂટતાં ૨૯,૦૨૦નું વધુ પેનિક જોવાશે.

મારુતિ : (૬,૮૦૬) ૬,૮૯૦ નજીકની તથા ૭,૦૦૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭,૧૦૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬,૬૬૫ તથા ૬,૫૨૬નો વધુ ઘટાડો જોવાશે.

આઇશર મોટર્સ : (૨૦,૦૫૧) ૨૦,૨૧૩ નજીકની તથા ૨૦,૩૬૭ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૦,૬૨૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૯,૨૧૦નો વધુ ઘટાડો જોવાશે.

ઇન્ડિગો : (૧,૩૫૭) ૧,૩૭૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૪૧૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૯૬નો વધુ ઘટાડો જોવાશે.

મહિન્દ્રા- મહિન્દ્રા : (૫૪૮) ૫૬૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૭૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૨૩નો વધુ ઘટાડો જોવાશે.

બાલક્રિષ્ના ઇન્ડ : (૧,૦૪૭) ૧,૦૬૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૦૮૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૦૨૮, ૧,૦૦૨ તથા ૯૬૦નો વધુ ઘટાડો જોવાશે.

એક્સિસ બેન્ક : (૭૦૬) ૭૨૩-૭૨૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૩૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬૯૪ તથા તે બાદ ૬૮૪ અને ૬૫૯નો વધુ ઘટાડો જોવાશે.

એચડીએફસી : (૨,૨૭૧) ૨,૩૨૦ તથા ૨,૩૭૦- ૨,૩૮૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૪૨૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૨૦૮નો ઘટાડો જોવાશે.

આઇસીઆઈસીઆઇ બેન્ક : (૫૦૫) ૫૧૭ તથા ૫૨૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૨૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૯૮/૫૦, ૪૮૭ તથા ૪૬૯નો વધુ ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન