In september shani and Sun Transit in Virgo astrology
  • Home
  • Astrology
  • સૂર્ય, શનિ અને મંગળ ગ્રહ કરશે ગોચર, જાણો તમામ રાશિઓ પર કેવી પડશે અસર

સૂર્ય, શનિ અને મંગળ ગ્રહ કરશે ગોચર, જાણો તમામ રાશિઓ પર કેવી પડશે અસર

 | 12:23 pm IST

સપ્ટેમ્બર મહિનાના 13 દિવસ પુરા થવા આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા 15 દિવસમાં શુક્ર અને બુધ પોતાની રાશિ બદલશે. હવે બાકી રહેલા ત્રણ મુખ્ય ગ્રહ મંગળ, સૂર્ય અને શનિ રાશિ પરિવર્તન કરશે. આ સમય દરમિયાન આ ગ્રહોના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને મળશે ફાયદો આઓ જાણીએ.

આ પણ વાંચો: આજથી શ્રાધ્ધપર્વનો પ્રારંભ, કાગવાસ નાખી પિતૃઓને અંજલિ આપવામાં આવશે

સૂર્ય
સૂર્ય દેવ આ સમય દરમિયાન સિંહ રાશિમાં છે જે 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ એક મહિના સુધી રહેશે.

શનિ
શનિ ધનુ રાશિમાં વક્રી છે. 18 સપ્ટેમ્બરે શનિ તેની ચાલ બદલશે. શનિ 18 સપ્ટેમ્બરથી વક્રી થશે.

આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષમાં તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, પિતૃદેવ પ્રસન્ન થશે

મંગળ
મંગળનું કુંડળીમાં ખુબજ મહત્વનું સ્થાન છે. 24 સપ્ટેમ્બરે મંગળ સિંહ રાશિને છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

બુધ
બુધ એક મહિનામાં બે વખત રાશિ પરિવર્તન કરે છે. 10 સપ્ટેમ્બરે બુધનું કન્યા રાશિમાં પરિવર્તન થયુ હતુ હવે 29 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં આવશે.

આ રાશિ પરિવર્તનનું આ રાશિઓ પર શુભ અસર
વૃષભ, મિથુન, સિંહ, કન્યા, ધનુ, મકર અને કુંભ માટે આ રાશિ પરિવર્તન સારૂ રહેશે.

આ રાશિઓ પર અશુભ અસર
મેષ અને કર્ક રાશિ માટે આ રાશિ પરિવર્તન અશુભ રહેશે.

મિશ્ર અસર
તુલા, વૃશ્ચિક માટે આ પરિવર્તન સાધારણ રહેશે.

આ Video જુઓ: જાણો સીતાજી દ્વારા થયેલા રાજા દશરથના પિંડદાનની આ શાસ્ત્રોક્ત કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન