In South Africa, three friends of Surat's youth killed
  • Home
  • Featured
  • સાઉથ આફ્રિકામાં સુરતના યુવકની ત્રણ મિત્રોએ જ કરપીણ હત્યા કરી

સાઉથ આફ્રિકામાં સુરતના યુવકની ત્રણ મિત્રોએ જ કરપીણ હત્યા કરી

 | 8:32 am IST

સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં સુરતના યુવકની ૩ મિત્રોએ જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. ભાગીદારીના ધંધામાં ખોટ જતા થયેલા ડખામાં સુરતના કોસાડ, જંબુસર અને કાવીના યુવકો ખૂની ખેલ ખેલી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે.

ન્યુ રાંદેર રોડ પર અમી સોસાયટીમાં રહેતા સિરાજ યાકુબભાઇ પટેલ (૩૬) સાડા ત્રણ વર્ષ પહેલાં રોજીરોટી માટે સાઉથ આફ્રિકા ગયા હતા. તેઓ આફ્રિકાના પ્રિટોરિયા નજીક લોડિયમ શહેરમાં રહેતા હતા અને જોબ કરતા હતા. થોડાં સમય પહેલાં સિરાજભાઇએ મિત્રો સાથે પાર્ટનરશીપમાં હાર્ડવેરની દુકાન શરૂ કરી હતી. જે બિઝનેસમાં નુકશાન થયું હતુ. આ અંગે સિરાજના પિતરાઇ ભાઇ તૌસિફ પટેલે જણાવ્યું કે, સિરાજે કોસાડના અયાઝ અસાલી, જંબુસરના માઝ મલેક અને કાવીના અયાઝ બાપુ સાથે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો હતો. જે ધંધામાં મોટી લોસ થતા સિરાજભાઇએ પોતાની ઇન્વેસ્ટમેન્ટની રકમ માંગવાનું શરૂ કર્યુ હત.

જોકે, ભાગીદાર મિત્રો રૂપિયા આપવામાં આનાકાની કરતા હતા. ગત શુક્રવારે રાત્રે તેઓએ સિરાજભાઇને પૈસા આપવા માટે લોડિયમથી જ્હોનિસબર્ગ બોલાવ્યા હતા. અહીં બિસ્મિલ્લાહ વિસ્તારમાં ત્રણેય મિત્રોએ ઝઘડો કરી સિરાજભાઇને ગળા, છાતી અને જાંઘના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ૪-૫ ઘા મારી દીધા હતા. હુમલો કરી ત્રણેય ભાગી છૂટયા હતા. લોહીલુહાણ સિરાજભાઇ સ્થળ પર જ ઢળી પડયા હતા અને ગણતરીના સમયમાં જ તેમનું મોત થઇ ગયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન