શ્રીલંકામાં ચાઇનીઝ હિત, તમિલ સમસ્યાને ભારત સમજે - Sandesh
  • Home
  • Columnist
  • શ્રીલંકામાં ચાઇનીઝ હિત, તમિલ સમસ્યાને ભારત સમજે

શ્રીલંકામાં ચાઇનીઝ હિત, તમિલ સમસ્યાને ભારત સમજે

 | 3:12 am IST

ઓવર વ્યૂ

ભારતે ખુલ્લા દિલે શ્રીલંકામાં ચાઇનીઝ હિત અને તમિલોની સમસ્યાને સમજવાની જરૂર છે. નવા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની શપથવિધિ પહેલા પણ ચીન તરફી અને ભારત વિરોધી કોલંબોના વાણીવિલાસે મૂળ નાખ્યા નહોતા. જોકે બેઇજિંગ,દિલ્હી અને કોલંબોને સમાવતા જટિલ પાવર પ્લેનું ખોટું ચિત્રણ હેડલાઈનમાં કરવામાં આવ્યું છે. ઉપખંડમાં ગ્રેટ ગેમ ફક્ત ભારત અને ચીન સુધી મર્યાદિત નથી. આ પ્રાંતમાં યુએસ, યુરોપિયન યુનિયન, જાપાન અને રશિયા સહિતની મહાસત્તાઓની અસર અને નોંધપાત્ર હિતને ભૂલી જવું સરળ છે. આ દરમિયાન મહાસત્તાઓની હરીફાઈ પર સર્વાંગી ધ્યાન સાઉથ એશિયન પોલિટિકલ એલિટનુ છુપાવી નાખે છે. ભારતની આસપાસ ફ્લુઈડ જીઓપોલિટિકને પહોંચી વળવા દિલ્હીએ રાજપક્ષે ગોટબાયા અને તેમના ભાઈ મહિંદાની મીડિયાની વ્યાખ્યાની પરિભાષાને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાજપક્ષેએ ૨૦૧૫ માં પોતાની હારનો દોષનો ટોપલો રાજપક્ષે પર ઢોળ્યો હતો, તેમણે તાજેતરના વર્ષોમાં દિલ્હી સાથે મેળાપ કરવાનો પ્રયાસ કર્યો છે. સાઉથ બ્લોકે રાજપક્ષે અંગેના તમામ વાંધા-વચકાઓ બાજુએ મૂકી દીધા હતા અને શ્રીલંકામાં તમામ મોટા રાજકીય પક્ષો સાથે મંત્રણા કરવાની દિશામાં છે. ત્યાર બાદ દિલ્હી અને કોલંબો બન્ને વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સંબંધોનો નવો તખતો તૈયાર થયો છે. શપથવિધિ બાદ રાજપક્ષેએ સ્પષાટ જણાવ્યું કે શ્રીલંકા તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખશે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના સંઘર્ષમાં તટસ્થ ભૂમિકા ભજવશે. શપથવિધિ બાદ રાજપક્ષેએ સ્પષ્ટ જણાવ્યું કે શ્રીલંકા તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખશે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના સંઘર્ષમાં તટસ્થ ભૂમિકા ભજવશે. ભારત સાથેના આત્મીય સંબંધો જાળવી રાખવામાં આવશે. ભારત સાથેના આત્મીય સંબંધો જાળવી રાખવામાં આવશે. શ્રીલંકા ભારતનો ગાઢ મિત્ર દેશ છે. પોતાના ટૂંકા સંબોધનમાં તેમણે રાષ્ટ્રપતિ પદની દાવેદારીનું સમર્થન કરવા બદલ દેશના બૌદ્ધ ભિક્ષુઓનો આભાર માન્યો હતો. શ્રીલંકાની અગાઉની સરકારમાં રક્ષાસચિવ રહેલા ગોટબાયા રાજપક્ષેની જીતથી પાકિસ્તાન ખુશ થયા છે. પાકિસ્તાની મીડિયામાં ગોટબાયાની જીતને ભારત માટે ઝટકો અને પાકિસ્તાન માટે ખુશખબર ગણાવાઈ રહી છે. પાકિસ્તાન શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના ભાઈ ગોટબાયા રાજપક્ષેની જીત ઈચ્છતો હતો. ગોટબાયા જ્યારે રક્ષામંત્રી હતા ત્યારે પાકિસ્તાને તમિલોની સામે તેમના ઓપરેશનમાં મદદ કરી હતી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાની આગેવાનીવાળા વિદાયમાન ગઠબંધન તથા રાનિલ વિક્રમાદિત્ય ધ્યાનમાં લેવા જેવા છે. જે કોલંબોમાં ચીન અને ભારત તરફી ઝોક ધરાવે છે. શ્રીલંકામાં ચીની પ્રોજેક્ટની ટીકા કરીને તે સત્તા આવ્યું. ગઠબંધને શ્રીલંકન પ્રોજેક્ટને નાણાકીય રીતે બિનટકાઉ ગણાવ્યા છે. સત્તામાં બે વર્ષ રહેતા ગઠબંધન ચીની પ્રોજેક્ટનો પૂરો ટેકો આપ્યો હતો. દિલ્હી એવી આશા રાખી શકે તેમ નથી કે તેના પડોશીઓ બેઇજિંગ સાથે આર્થિક અને કર્મશિયલ સંબંધ બંધ કરે જોકે બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ સહિતના બીજા પ્રોજેક્ટો પર ચીનની સહાયની શરતો વિશે ઘણા સવાલો ઊભા રહે છે. પરંતુ ભારતની સુરક્ષા પર જોખમ સર્જનાર બેઇજિંગ સાથે તાલ ન મિલાવવાનું દિલ્હી કોલંબોને જણાવી શકે. દિલ્હી અને કોલંબો રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકીય કમ્ફર્ટ લેવલ સંબંધિત પારસ્પરિક રેડ લાઈનની સ્પસ્ટ સમજણ ધરાવે તે જરૂરી છે.

તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે કે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ભારત તરફ સદભાવના ધરાવવા આતુર છે. રાજપક્ષેને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન વેપારનો ભાગીદાર છે તો ભારત ગાઢ સંબંધી છે. નવી નીતિને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાયેલ બીજી શરતોમાં મહાસત્તાઓની વચ્ચે નિષ્પક્ષતા અને જૂથ નિરપેક્ષતા સામેલ છે.

ઈન્ડો-પેસિફિકમાં શ્રીલંકાના ભૂ-રાજકીય મૂલ્યોની વિશ્વને ખબર પડી રહી છે ત્યારે કોલંબો પાસે રાષ્ટ્રહિત માટે તેના સ્થળનો મહત્તમ ઉપયોગ કરી લેવાની સારી તક રહેલી છે. તે રણનીતિનો દૂરંદેશી અને મહત્ત્વનો ભાગ ભારતની ઉશ્કેરણી ટાળવાનો છે. દિલ્હીએ પણ કોલંબોની સુરક્ષાવિષયક ચિંતા પર સચેત રહેવું જોઈએ અને શ્રીલંકા સાથે લાંબા ગાળાનો રણનીતિક સહકાર વિકસિત કરવા માટેના રસ્તાઓ શોધવા જોઈએ. બીજી બાજુ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયાને કહ્યું કે શ્રીલંકાએ સફળતાપૂર્વક રીતે ચૂંટણી પૂરી છે. અમે ગોટબાયા રાજપક્ષેના રાષ્ટ્રપતિ બનવાથી ખુશ થયા છીએ. ચીન અને શ્રીલંકા રણનીતિક ભાગીદાર છે.

માછીમારીના મુદ્દે લાંબા ગાળાનો વિવાદ સહિતના બીજા મુદ્દાઓ ઉકેલી કાઢવા માટે દિલ્હીએ રાજકીય મૂડીનું રોકાણ કરવાની જરૂર છે. ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટના તેના વાંધાની ઉપરાંત દિલ્હીએ એકલા જાપાન જેવા ગમતા દેશો સાથે મિત્રતા કરી લેવી જોઈએ અથવા તો માળખાકીય વિકાસ માટે ટકાઉ ટર્મ ઓફર કરવી જોઈએ. દિલ્હીએ કોલંબોના ડિફેન્સ અને કાઉન્ટર ટેરર ક્ષમતાઓનો વિકાસમાં પણ યોગદાન આપવાની જરૂર છે.

શ્રીલંકા સાથે ભારતના સંબંધોને સારાકાર કરનાર બીજું માળખાકીય પરિબળ તમિલ સમસ્યા છે. શ્રીલંકાના ગૃહયુદ્ધમાં ભારતની સંલિપ્તતા કોલંબો સાથેના દિલ્હીના સંબંધોને જટિલ કરનાર ચીની પરિબળ કરતા વધારે મહત્ત્વનું છે. નિશ્ચિત રીતે દિલ્હીને પડોશી દેશોના ઘરેલુ વિવાદમાં ખૂબ ઊંડી સુધી ખૂંપી જવાના જોખમની ખબર પડી ગઈ છે. ૧૯૮૯ થી ૨૦૧૪ સુધીની ભારત સરકારોએ ચેન્નઈ અને કોલંબોના દબાણ પર સંતુલન સાધવાનો પ્રયાસ કરતી કરતી રહી છે. ૨૦૧૪ ના સ્પષ્ટ જનાદેશને કારણે મોદી સરકારને લંકા નીતિ પર સ્પર્ધાત્મક ઈમ્પેરિટિવને મેનેજ કરવાની વધારે તક મળી છે. પરંતુ આ બધામાં તમિલ મુદ્દો તો ઊભોને ઊભો જ છે. જો કોલંબોની નવી સરકાર તમિલ માઈનોરિટી સાથે મનમેળ કરવામાં આગળ વધે તો મોદી સરકાર માટે ગોટબાયા સરકાર સાથે સંબંધો મજબૂત કરવામાં ઘણી સહાયતા રહેશે.

તમિલ મુદ્દો દિલ્હી અને કોલંબો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો રહ્યો નથી. પશ્ચિમી સત્તાઓએ એલટીટીઈની સામે લશ્કરી કાર્યવાહીમાં યુદ્ધના ગુના વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જે કોઈ તેને માટે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવા માગે છે. પરંતુ રાજપક્ષેએ જાહેરાત કરી છે કે તેઓ વિદેશી દબાણ આગળ નહીં ઝૂકે. ભારત તો સારી રીતે જાણે છે કે પશ્ચિમી દેશોનું વધારે પડતું દબાણ આપમેળે જ કોલંબોમાં ચીનના પ્રભાવને વધારી નાખશે. દિલ્હીએ લંકાની અંદર અને તમિલનાડુમાં પાક સ્ટ્રેઈટની અંદર મનમેળ સાધવાથી આગળ જોવંુ જોઈએ. શ્રીલંકામાં મજબૂત સરકારની સાથે દિલ્હી માટે કોલંબો સાથેના તેના સંબંધો વિશે ઉદારતાથી વિચારવાનો સમય આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજપક્ષે રાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા નોકરશાહ છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિના ભાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. સવાલ એ છે હવે નવી દિલ્હી શ્રીલંકાની નવી સરકાર સાથે કેવી રીતે કામ પાર પાડે છે. ગોટબાયાએ તો ભારતને ગાઢ મિત્ર દેશ ગણાવી દીધો છે તે ભારત માટે એક સારી વાત છે. પરંતુ સાથે સાથે તેઓ ચીન તરફી ઝોક ધરાવે છે તે પણ ભારતે સારી રીતે સમજી લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન