રાજ્યમાં હવામાનની વિપરીત અસર હેઠળ ગરમીનું પ્રમાણ વધશે - Sandesh
  • Home
  • Agro Sandesh
  • રાજ્યમાં હવામાનની વિપરીત અસર હેઠળ ગરમીનું પ્રમાણ વધશે

રાજ્યમાં હવામાનની વિપરીત અસર હેઠળ ગરમીનું પ્રમાણ વધશે

 | 9:45 pm IST

હવામાન : અંબારામ દા. પટેલ

ઉનાળુ બાજરી અને મગનું વાવેતર કરી શકાય. શાકભાજીના પાક ભીંડાની વાવણી કરી શકાય. ફેબ્રુઆરી માસમાં વાવેતર કરેલ બાજરીના પાકને પારવણી, નીંદામણ અને આંતરખેડ કરવી. ચીકુ- દાડમ વગેરે પાકમાં પાક-સંરક્ષણના પગલાં લેવાં. ઉનાળુ મગફળીમાં પિયતની કાળજી રાખવી. ઘાસ-ચારાના પાક માટે રજકામાં પિયતની કાળજી રાખવી અને વધુ લીલો ચારો મેળવવા પૂર્તિ ખાતર આપવું. બટાટા-કોબીને છાયડામાં ઢગલો કરી પરૃરથી ઢાંકવા જેથી બટાટાને વધારે સમય રાખી શકાય. લીંબુના પાકને સૂકાયેલી ડાળીઓનો પ્રુનિંગ કરવું. ઘાસચારાના પાકમાં પિયત આપવું. કોબીજ,ફ્લાવર જેવા દિવેલાના પાકમાં પરિપક્વ માળો ઊતારતા રહેવું.

હવામાન આગાહી

હવે ધીરે-ધીરે ગરમી વધતી જશે. દિવસનો તાપ અકળાવનારો રહે. સવારે ઝાકળ પડે. આકાશ ધૂધળું જણાય. પવન વંટોળ થતાં જણાશે. પિૃમ સાંગરકાંઠે પણ હવાના દબાણ ઊભા થતાં જણાશે. દિવસે ગરમી વધવા છતાં પણ હજુ વહેલી સવારે ભેજયુક્ત હવામાન જણાય અને ઠંડીની અસરો રહે. હવામાન રોગિષ્ટ જેવું રહે. વૈશ્વિક હવામાનમાં ઘણા પલટા જોવા મળે. દેશના વાયવ્ય ભાગનું હવામાન કથળી જાય અને કોઈ-કોઈ ભાગોમાં કમોસમી વરસાદ કે કરા પડવાની સંભાવના રહે. પિૃમી વિક્ષેપની અસરો જણાશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણાના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. દેશના ઉત્તરીય પર્વત્તીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની સંભાવના રહેશે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ તેમજ દક્ષિણ ભારતના ભાગોમાં હવામાન પલટાતા મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સે. જેવું થઈ જવાની સંભાવના રહે.આંધ્ર, કેરળ વગેરે ભાગોમાં દરિયાકિનારે ભેજ વધતો રહે. પિૃમ સાંગરકાંઠાના ભાગોમાં ભેજનું પ્રમાણ વધે. દેશના વાયવ્ય ભાગનું હવામાન કથળતા રાજ્યના ભાગોમાં પણ હવામાન વિપરિત જણાય. ગુજરાતમાં વાદળછાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થાય અને હવામાનની અસરો ઉત્તરથી મધ્ય ભાગો સુધી થતી જણાય. યુ.પી.,મધ્યપ્રદેશ તેમજ પૂર્વીય ઉત્તરપ્રદેશ અને બિહાર વગેરે ભાગોમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહે. બંગાળના ઉપસાગરમાં હળવા પ્રકારના દબાણો ઉભા થવાથી દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં વરસાદ સાથે પવન અને ભેજનું પ્રમાણ રહે. રાજ્યના ભાગોમાં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન અંગે જોઈએ તો મહત્તમ ૩૪થી ૩૭ ડિગ્રી સે. અને ન્યુનત્તમ તાપમાન ૧૬થી ૧૯ ડિગ્રી સે. આસપાસ રહેવાની સંભાવના રહે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં દરિયાકિનારાના ભાગોમાં ભેજનું પ્રમાણ રહે. મહત્તમ ૩૪ ડિગ્રી સે. અને ન્યુનત્તમ ઉષ્ણતામાન ૧૮ ડિગ્રી સે. આસપાસ રહે. આ ભાગોમાં વાદળછાયુ પણ રહેવાની સંભાવના રહે. સુરત, ભરૃચ, નર્મદા વગેરે ભાગોમાં મહત્તમ ૩૬ ડિગ્રી સે. અને ન્યુનત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સે. આસપાસ રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ૩૫ ડિગ્રી સે. અને ન્યુનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સે. આસપાસ રહેવાની સંભાવના રહે. પંચમહાલ, વડોદરા, વગેરે ભાગોમાં મહત્તમ ૩૫ ડિગ્રી સે.થી પણ વધી જવાની સંભાવના રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુનત્તમ ૧૬ડિગ્રી સે. આસપાસ રહેવાની સંભાવના રહે. દેશ તેમજ રાજ્યના ભાગોમાં હવામાન અંગે જોઈએ તો માર્ચ તા.૨થી ૩ વાદળછાયુ રહે. સામાન્ય વંટોળ જણાય. તા.૩થી ૪ વાદળો આવે. પિૃમી વિક્ષેપની અસરો જણાય. તા.૫થી ૬ રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહે. તા.૭થી ૮ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવાના રહે. રાજ્યના ભાગોમાં વહેલી સવારે ઠંડક જેવું રહે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન

ફાગણ સુદ સાતમે કૃતિકા નક્ષત્ર હોય તો શ્રાવણની અમાસે વરસાદ થાય. ફાગણ સુદ આઠમે નેઋત્યમાં વીજળી થાય તો અષાઢ સુદમાં વરસાદ ન વર્ષે. ફાગણ સુદ નોમના દિવસે વરસાદ વરસે તો સુકાળ થાય. ધાન્ય સારા પાકે. મહાવદ અને ફાગણ સુદમાં શુક્રનો અસ્ત થાય તો વરસાદની આશા ન રાખી શકાય. વળી, આ વખતમાં પાંચ મંગળવાર આવે તો પણ કપરો સમય આવે. ફાગણ સુદ અગિયારસે શુક્રનો અસ્ત થાય તો દુકાળ પડે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન