ધોરણ-૧માં પ્રવેશતાં ભૂલકાઓને વધાવવા આજથી પ્રવેશોત્સવ શરૂ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધોરણ-૧માં પ્રવેશતાં ભૂલકાઓને વધાવવા આજથી પ્રવેશોત્સવ શરૂ

ધોરણ-૧માં પ્રવેશતાં ભૂલકાઓને વધાવવા આજથી પ્રવેશોત્સવ શરૂ

 | 1:28 am IST

અમદાવાદ, તા.૧૩

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષો ઉજવાતો પ્રવેશોત્સવનો કાર્યક્રમ  આવતીકાલ ગુરૂવારથી શરૂ થશે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ અને ૧૫ જુન  તેમજ શહેરી વિસ્તારની સ્કૂલોમાં તા.૨૨ અને ૨૩ જૂનના રોજ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થતા ધોરણ.૧માં પ્રવેશ લેતા નાના ભુલકાઓને સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો કરી વધાવવામાં આવશે. પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને મંત્રીઓ નિયત કરેલ સ્કૂલોમાં ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, આવતીકાલથી પ્રવેશોત્સનો કાર્યક્રમ શરૂ થઈ જશે પરંતુ પૂર્ણ થયેલ શૈક્ષણિક વર્ષ-૨૦૧૭ના ગુણોત્સવના કાર્યક્રમને બે મહિના થવા આવ્યા છતા હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી.

બે દિવસ સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ

ગયે અઠવાડિયે ગુરુ-શુક્ર-શનિ સરકારી ચિંતન શિબિરના કારણે  સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી,  હવે આવતી કાલ ગુરુવારથી બે દિવસ માટે ગ્રામીણ ક્ષેત્રની  સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે, જેમાં  મંત્રીઓથી માંડીને વર્ગ-૧ સુધીના વિવિધ વિભાગોના  અધિકારીઓ એમને સોંપેલી શાળાઓમાં જશે, એટલે ફરી શુક્રવાર  સુધી સરકારી કામકાજ ઠપ થઈ જશે અને પછી સરકારી કચેરીઓમાં  શનિ-રવિ બે દિવસની રજા છે.

;