Aam Aadmi Party Fight BJP In Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • સુરતમાં AAPના શાનદાર પ્રદર્શન પાછળ આ કારણ જવાબદાર? કોંગ્રેસને પછાડી ઝાડુની કમાલ

સુરતમાં AAPના શાનદાર પ્રદર્શન પાછળ આ કારણ જવાબદાર? કોંગ્રેસને પછાડી ઝાડુની કમાલ

 | 11:47 am IST
  • Share

સુરત મહાનગરપાલિકા માટે થયેલા મતદાનની આજે ગણતરી ચાલી રહી છે. સુરતમાં કુલ 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં સામે આવી રહેલા પરિણામોમાં એક જુદુ જ ચિત્ર નજરે પડી રહ્યું છે. આ સુરતમાં આમ આદમી પાર્ટીએ સારૂ એવુ પ્રદર્શન કર્યું છે. આપ કોંગ્રેસ કરતા પણ આગળ છે. પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારોમાં AAPનું જોર વધ્યું છે.

સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી થશે.

સુરતમાં ભાજપ-કોંગ્રેસના બદલે આ વખતે ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. કોંગ્રેસ ત્રીજા નંબર પર ખસી ગઈ છે. સૂરતના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ 2માં પાર્ટી જીતની નજીક પહોંચી ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના 15 જેટલા ઉમેદવારો આગળ ચાલી છે. વોર્ડ નંબર 4 સહિત અનેક વોર્ડમાં AAPનો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે. સુરતમાં AAPના કુલ 113 ઉમેદવારો મેદાનમાં છે. સુરત ઉપરાંત રાજકોટમાં પણ AAPનો એક ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ કુલ 72 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

પાટીદારોના 4 વોર્ડમાં AAPનો સપાટો

સવારે સામે આવી રહેલા પરિણામોના શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 25 અને કોંગ્રેસ 5 બેઠક પર આગળ છે. પરંતુ  પાટીદારોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં 4 વોર્ડમાં AAP 16 સીટ પર આગળ ચાલી રહ્યું છે.

વોર્ડ-2માં તો આપ જીતની નજીક

સુરતના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ 2માં પાર્ટી જીતની નજીક પહોંચી ગઇ છે. આમ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પાછળ ધકેલી કમાલ કરી બતાવી છે. આમ આદમી પાર્ટીના આ પ્રદર્શનને પાટીદાર અનામત આંદોલનની મુહિમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન