NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં ધમાસાણઃ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરોની નારેબાજી વચ્ચે ઘર્ષણ

સુરતમાં ધમાસાણઃ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરોની નારેબાજી વચ્ચે ઘર્ષણ

 | 4:41 pm IST

સુરતમાં રાહુલ ગાંધી જે સ્થળે વેપારીઓને મળવાના હતા તે સ્થળ રાજકીય અખાડો બની ગયું હોય તેમ એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ ઘટનાને પગલે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. અને સહાય માટે પેરા મિલિટરી ફોર્સની ટૂકડીને ઘટના સ્થળે ઉતારવામાં આવી હતી.

સુરતમાં રાહુલ ગાંધી ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં પહોંચ્યા તે પહેલા ભાજપ દ્વારા ખેલ પાડવામાં આવ્યો હતો. રાહુલના આગમન પૂર્વે સ્થળ પર મોદી મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફીઓએ રાહુલ રાહુલના નારા લગાવતા, ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સામસામે નારાબાજી કરવા લાગ્યા હતા. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. સ્થળ પર ઘમાસાણ મચી ગયું હતું. જેને પગલે સુરક્ષા ટૂકડીઓ, પોલીસ કાફલો અને પેરામિલિટરી ફોર્સને ઉતારવામાં આવી હતી. પોલીસે ટોળાને વિખેરવા બળનો પ્રયોગ કરવો પડ્યો હતો. આ બનાવ બાદ પોલીસે ભાજપના બે કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી હતી.