finally The girl was taken back from the hospital her family
  • Home
  • Featured
  • સુરતમાં આખરે માતાની મમતા જાગી, હોસ્પિટલ તરછોડેલી બાળકીને સ્વીકારી

સુરતમાં આખરે માતાની મમતા જાગી, હોસ્પિટલ તરછોડેલી બાળકીને સ્વીકારી

 | 1:09 pm IST

આપણા સમાજમાં અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે. આપણો સમાજ ભલે એવુ કહેતો ફરે કે આપણે ત્યાં હવે છોકરા-છોકરી વચ્ચે કોઈ ભેદભાવ નથી તેવા બણગા ફુકે પણ આજે પણ છોકરો મેળવવાની લાલચમા બાળકી અવતરે તો તેને સ્વીકારતા નથી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં 9મી મેના રોજ સુરતની સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુ વોર્ડમાં રડતી આંખે પોતાનું બાળક બદલાઈ ગયાનો આક્ષેપ સિવિલના સત્તાધીશો પર એક માતાએ મુક્યો હતો. સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલા એક દિવસના બાળકની જગ્યાએ સિવિલના નરસિંગ સ્ટાફ દ્વારા બાળકી આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા માતા નૈના પટેલ અને પિતા રાજેશ પટેલે 9મી મેના રોજ સુરતની સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુ વોર્ડમાં રડતી આંખે પોતાનું બાળક બદલાઈ ગયાનો આક્ષેપ સિવિલના સત્તાધીશો પર મુક્યો હતો. સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલા એક દિવસના બાળકની જગ્યાએ સિવિલના નરસિંગ સ્ટાફ દ્વારા બાળકી આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો.

આ હોબાળા બાદ સિવિલના તબીબો દ્વારા ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કરાયું હતું. જો કે આ વિવાદની વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે કે, શનિવારથી બાળક બદલાયાનો આક્ષેપ કરનાર માતાપિતા ગાયબ થઈ ગયા હતા. જો કે પાછળથી આ દંપતીને પોતાની ભુલ સમજાતા બાળકીને હોસ્પિટલમાંથી પરત લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન