NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં પતિએ પત્નીની દાતરડાના ઘા મારી કરી હત્યા

સુરતમાં પતિએ પત્નીની દાતરડાના ઘા મારી કરી હત્યા

 | 10:59 pm IST

સુરતમાં હળપતિવાસમાં રહેતા પતિએ દારૂના નશામાં ચૂર થઈને પોતાની પત્નીને દાતરડાના ઘા મારી ક્રુર હત્યા કરી હતી. પણ નશો ઉતરતાં, પોતાના કાળા કૃત્યનો અહેસાસ થતાં પતિએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવને પગલે સુરતમાં ચકચાર મચી ગઈ હતી.

સુરતના હજીરા રોડ પર આવેલા ભાટપોર ગામે હળપતિવાસમાં રહેતા યુવકને પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ મામલે તેમની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન મંગળવારે દારૂના નશામાં ચૂર પતિએ દાતરડાં સાથે ધસી આવીને પત્નીને દાતરડાંના ઘા મારી ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ બનાવ પછી પોતે પણ આત્મહત્યા કરીને મોતને ભેટ્યો હતો.

આ બનાવની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પુરાવા એકઠાં કરી વધું તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોને લઈને પતિને શંકા હતી. જેમાં પતિએ આ ઘાતકી કૃત્ય કરી નાંખ્યું હતું.