NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં નવી નકલી ચલણી નોટો સાથે બેની ધરપકડ

સુરતમાં નવી નકલી ચલણી નોટો સાથે બેની ધરપકડ

 | 10:12 pm IST

સુરતમાં બોમ્બે માર્કેટ વિસ્તારમાંથી સ્થાનિક ગુના નિવારણ શાખા અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રૂ. 1.06 લાખની નકલી ચલણી નોટો સાથે બે વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 100, 200, 500 અને 2000ના દરની નકલી નોટો જપ્ત કરી વધું તપાસ હાથ ધરી છે.

સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીને આધારે બે આરોપીઓ દિનેશ બોરૈયા અને પોપટ સોહલાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. 1.06 લાખની કિંમતની રૂ. 100ના દરની 51 નોટો, રૂ. 200ના દરની 18 નોટો, રૂ. 500ના દરની 95 નોટો, અને રૂ. 2000ના દરની 25 નોટો સહિત કુલ 189 નોટો ઝપ્ત કરી લીધી હતી.

પોલીસે બંને આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધું તપાસ હાથ ધરી છે.