in sushant case ncb sara ali khan shraddha kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અને શ્રધ્ધાએ આ વાત કબૂલતાં જ હાહાકાર, કહ્યું- હા, એ સાચી વાત કે સુશાંતની પાર્ટીમાં…

સારા અને શ્રધ્ધાએ આ વાત કબૂલતાં જ હાહાકાર, કહ્યું- હા, એ સાચી વાત કે સુશાંતની પાર્ટીમાં…

 | 3:54 pm IST

બોલિવૂડ ડ્રગ કેસમાં આજે 26 સપ્ટેમ્બરે ખૂબ જ ખાસ દિવસ રહ્યો. અભિનેત્રી દીપિકા પાદુકોણને શનિવારે સવારે 10 વાગ્યે એનસીબી દ્વારા બોલાવવામાં આવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી હતી. તેમની કેપીએસ મલ્હોત્રાના નેતૃત્વમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. તો વળી શ્રદ્ધા કપૂરની એક્સચેંજ બિલ્ડિંગની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સારાના પર્સનલ ગાર્ડ પણ એનસીબી ઓફિસ આજુબાજુ સુરક્ષા માટે ગોઠવાઈ ગયા હતાં. તે એનસીબી ઓફિસ પહોંચી હતી. તે જ સમયે ડ્રગ કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે. 24 કલાકની પૂછપરછ બાદ ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી.

એનસીબીની ટીમે શુક્રવારે ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ રાત્રે તેમને હિરાસતમાં લીધા હતાં. 24 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્ષિતિજ પ્રસાદ હેશ અને એમડીએમએનું વેચાણ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષિતિજે આ સાથે જોડાયેલ અનેક નામો જાહેર કર્યા છે. તેમના પર ડ્રગ્સ સપ્લાય કરવાનો પણ આરોપ છે. પૂછપરછમાં તેણે આ અંગે અનેક ઘટસ્ફોટ પણ કર્યા છે. હવે એનસીબી કોર્ટ સમક્ષ ક્ષિતિજનો મેડિકલ ટેસ્ટ કરાશે અને રિમાન્ડ માગવામાં આવશે. વાતો થઈ રહી છે કે ક્ષિતિજે ડ્રગના વેપારીઓ પાસેથી ડ્રગ્સ લેવાની કબૂલાત આપી.

એનસીબીની ટીમ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે ડ્રગ્સના જોડાણ અંગે પૂછપરછ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શ્રદ્ધાએ સુશાંત સાથે પાર્ટીની વાત સ્વીકારી છે પરંતુ ડ્રગ્સ લેવાની ના પાડી છે. સારા અલી ખાને એમ પણ કહ્યું છે કે તે ડ્રગ્સ લેતી નથી. સારા થાઇલેન્ડ જવા માટે સંમત થઈ હતી. તો વળી સારાએ કહ્યું કે ત્યાં પાર્ટીઓ થતી હતી અને ત્યાં ડ્રગ્સ સર્વ કરવામાં આવતું હતું. જેવી જ આફત આવી કે બંન્ને અભિનેત્રીએ સુશાંતની પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આખરે દુધનું દુધ અને પાણીનું પાણી ક્યારે થાય.

આ મામલે એનસીબીએ બે એફઆઈઆર નોંધી છે. 15/20માં સુશાંત કેસની તપાસ ચાલી રહી છે. જેમાં રિયા, શૌવિક સાથે સારા અને શ્રદ્ધા પણ છે. દીપિકા અને બાકીના નામ 16/20માં છે. સારા અને શ્રદ્ધાની સુશાંત મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. સારા સુશાંત સાથે થાઇલેન્ડ ગઈ હતી અને શ્રદ્ધા સુશાંતના ફાર્મહાઉસની ઘણી પાર્ટીઓમાં સાથે રહી છે. સારા અને રકુલપ્રીતનું નામ રિયા ચક્રવર્તીએ આપ્યું હતું એવું કહેવામાં આવી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન