In T20 series against New Zealand, seniors will be rested
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં કોહલી, રોહિત સહિત સિનિયર્સને આરામ અપાશે

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં કોહલી, રોહિત સહિત સિનિયર્સને આરામ અપાશે

 | 7:45 am IST
  • Share

  • રોટેશન પોલિસીઃ IPLમાં ઝળકેલા ઋતુરાજ, અવેશ ખાન તથા વેંકટેશ ઐયરને તક મળે તેવી સંભાવના

  • ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ઔરાહુલ દ્રવિડ ઇન્ટ્રિમ કોચ રહેશે

  • રવિ શાસ્ત્રીનો આઇસીસી ટી20 વર્લ્ડ કપ બાદ કરાર પૂરો થઈ રહ્યો છે

વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો આઇસીસી ટી20 વર્લ્ડ કપ બાદ કરાર પૂરો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં રાહુલ દ્રવિડને ટીમનો ઇન્ટ્રિમ કોચ બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જોકે નેશનલ ક્રિકેટ એકેડેમીના ડાયરેક્ટર દ્રવિડે આગામી વર્ષે રમાનારા અંડર-19 વર્લ્ડ કપ માટે પણ પ્લાનિંગ કરવાનું છે. તેથી તે લાંબા સમય માટે કોચ બને તેવી ઓછી સંભાવના છે. બીસીસીઆઇને આશા છે કે, તે ટૂંક સમયમાં નવા કોચની વરણી કરી લેશે. આ પહેલાં બોર્ડે 70 વર્ષીય મદનલાલને ક્રિકેટ સલાહકાર સમિતિમાંથી હટાવવા પડશે અને લોઢા સમિતિની ભલામણોના અનુસાર વધારે વય ઉપર પ્રતિબંધ છે.

ટી20 વર્લ્ડ કપ પૂરો થવાના લગભગ એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટી20 ઇન્ટરનેશનલ શ્રેણી રમવાની છે. આ સ્થિતિમાં ભારતના મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે તેવો બીસીસીઆઇએ સંકેત આપ્યો છે. હોમ ગ્રાઉન્ડમાં રમાનારી આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટી20 મેચ માટે ભારતની ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ હશે. બંને ટીમો વચ્ચે 17મી, 19મી તથા 21મી નવેમ્બરે અનુક્રમે જયપુર, રાંચી તથા કોલકાતા ખાતે મેચો રમાશે. ત્યારબાદ કાનપુર ખાતે 25મી નવેમ્બરથી તથા ત્રીજી ડિસેમ્બરથી મુંબઇ ખાતે બે ટેસ્ટની શ્રેણી રમાશે.  સુકાની વિરાટ કોહલી, ઉપસુકાની રોહિત શર્મા, પેસ બોલર જસપ્રીત બુમરાહ જૂન મહિનાથી સતત બાયો-બબલમાં રહે છે. પસંદગી સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સિનિયર્સ સહિત

મોટાભાગના ભારતીય ખેલાડીઓ છેલ્લા ચાર મહિનાથી સતત ત્રણ બાયો-બબલમાં રહ્યા છે અને આ કારણથી કેટલાકને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં આરામ અપાશે. સિનિયરની ગેરહાજરીમાં આઇપીએલમાં શાનદાર દેખાવ કરનાર ઋતુરાજ ગાયકવાડ, અવેશ ખાન તથા વેંકટેશ ઐયરને તક આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો