એસીબીમાં ફી મુદ્દે વાલીઓના ૧૫૦૦થી પણ વધુ ફોન કોલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • એસીબીમાં ફી મુદ્દે વાલીઓના ૧૫૦૦થી પણ વધુ ફોન કોલ

એસીબીમાં ફી મુદ્દે વાલીઓના ૧૫૦૦થી પણ વધુ ફોન કોલ

 | 3:27 am IST

અમદાવાદ, તા.૨૦

એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ ફીની માંગણી કરતી હોય તેવી સંસ્થાઓ સામે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા અપીલ કરી હતી. છેલ્લા ૧૫ દિવસમાં ૧૫૦૦થી વધુ ફરિયાદો એસીબીને મળી છે પરંતુ મોટા ભાગની ફરિયાદો ફી વધારા હોવા છતાં તેમા કાર્યવાહી થતી નથી કેમકે, વાલીઓને ફરિયાદ પણ કરવી છે પરંતુ પોતાના બાળકને જેતે સંસ્થામાં ભણાવવા સાથે તેનુ ભવિષ્ય ન બગડે તેની ચિંતા પણ ખાઇ જાય છે તેની ફરિયાદ કરવાનુ વાલીઓ ટાળી રહ્યા છે. ત્યારે અમુક શૈક્ષણિક સંસ્થાઓ અન્ય વહિવટી ખર્ચના નામે પહોચ આપીને નિયમ વિરુધ્ધ ફી વધારો લે છે પરંતુ તેમાં ફરિયાદ કેમની થાય તે ચર્ચાનો વિષય બની ગયો છે.

વડોદરાની સુમનદીપ કોલેજના સંચાલક મનસુખ શાહ અને તેના મળતિયાઓ એક વાલી પાસેથી ૨૦ લાખની લાંચ લેતા પકડાયા હતા. આ કેસ બાદ એસીબીના અધિક નિયામક હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ સરકારી નિયત કરેલા ધોરણો ઉપરાંત વાલીઓ પાસેથી વધારાના નાણાં મેળવવાનો પ્રયત્ન કરે તો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમનની કલમ-૭, ૧૩ મુજબ ગુનો બને છે. આવી શૈક્ષણિક સંસ્થા સામે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા એસીબી દ્વારા જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત બાદ રોજના એસીબી પર ૧૦૦થી વધુ ફોન કોલ આવતા હતા પરંતુ વાલીઓને પોતાના બાળકોને તે જ સંસ્થામાં અભ્યાસ કરવો છે અને તેમને ફરિયાદ પણ કરવી છે. બીજી તરફ પોતાના બાળકનુ ભણતર ન બગડે તેમ ઇચ્છી ફરિયાદ પણ કરવી નથી. વધુ ફી લઇ પહોચ આપવાના કિસ્સામાં એસીબીએ ફી કમિટિમાં ફરિયાદ કરવા વાલિઓને જાણ કરી હતી.

;