અફઘાનમાં ભૂલથી નાટોનો હવાઈ હુમલો : ૧૭ પોલીસનાં મોત થયા - Sandesh
  • Home
  • World
  • અફઘાનમાં ભૂલથી નાટોનો હવાઈ હુમલો : ૧૭ પોલીસનાં મોત થયા

અફઘાનમાં ભૂલથી નાટોનો હવાઈ હુમલો : ૧૭ પોલીસનાં મોત થયા

 | 2:42 am IST

। કાબૂલ ।

અફઘાનિસ્તાનમાં તાલિબાનને ખદેડવાનું સુરક્ષા દળોને ભારે પડયું  હતું.  દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતના બહારના વિસ્તારમાં તાલિબાની સાથેના જંગમાં ભૂલથી થયેલા હવાઈ હુમલામા ૧૭ પોલીસકર્મીઓનાં મૃત્યુ થયા હતા. પ્રાંતિય પરિષદના પ્રમુખ અતાઉલ્લા અફઘાને જણાવ્યું કે અફઘાની પોલીસ તાલિબાની આતંકીઓ સાથે જંગ લડી રહી હતી ત્યારે તાલિબાની આતંકીઓના ખાતમા માટે હવાઈ હુમલો કરાયો હતો જોકે આતંકીઓને બદલે પોલીસકર્મીઓ તેનો ભોગ બન્યા હતા. આ હુમલામાં ૧૪ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. નાટોએ તાલિબાનીઓને ખદેડવા માટે હવાઈ હુમલો કર્યો હતો. હેલમંડના ગર્વનર મોહમ્દ યાસીને જણાવ્યું કે નાટોની આગેવાની ગઠબંધન દળોએ ભૂલથી હવાઈ હુમલો કર્યો હતો.

૪ એપ્રિલે હુમલામાં ૨૦ જવાનો શહીદ થયા હતા

આ પહેલા ૪ એપ્રિલે તાલિબાની આતંકીઓએ પશ્ચિમ પ્રાંતની  એક સરકારી કચેરી પર હુમલો કર્યો હતો જેમાં ૨૦ જવાનો શહીદ  થયા હતા.. પ્રાંતીય કાઉન્સિલ મેમ્બર મોહમ્મદ નસીર નઝરીએ કહ્યું  કે તાલિબાનીઓએ બલાલ મુરગાબ જિલ્લામા આવેલા સરકારી  મુખ્યાલયનો નિશાન બનાવ્યાં હતા.તાલિબાની આતંકીઓને ખદેડવા માટે અમેરિકા, બ્રિટન,ફ્રાન્સની આગેવાની વાળા નાટોની સેના લડી રહી છે. ગઠબંધન સેનાની ઘણી સફળતા પણ મળી છે જોકે ક્યારેય નિર્દોષનો પણ ભોગ લેવાય છે અફઘાનિસ્તાનનો બઘલાન પ્રાંત સૌથી વધારે અશાંત છે. અહીં  અવારનવાર આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થતી રહે છે. ૧  એપ્રિલે પણ સુરક્ષા દળોના જવાનોએ ૨૦ આતંકીઓને ઠાર માર્યા  હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન