In the case of Corona A big explosion took place in Surat, leaving Ahmedabad behind
  • Home
  • Ahmedabad
  • કોરોના મામલે સુરતમાં મોટો વિસ્ફોટ થતાં અ’વાદને પાછળ પાડ્યું, શું બીજું અમદાવાદ બનશે સુરત?

કોરોના મામલે સુરતમાં મોટો વિસ્ફોટ થતાં અ’વાદને પાછળ પાડ્યું, શું બીજું અમદાવાદ બનશે સુરત?

 | 9:56 am IST

અમદાવાદ કરતા હવે સુરતમાં કોરોનાના કેસ વધ્યા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં આજે સૌથી વધુ કોરોનાના 199 કેસ અને 4ના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં 183, ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. સુરતમાં વધતા કેસથી ગુજરાત સરકાર સહિત આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે. અમદાવાદ બાદ સુરતમાં વધુ અસર દેખાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં કોરોનાના કેસ વધતા હીરા ઉધોગ બંધ કરાયો છે. તેમ છતાં સુરતમાં કેસ વધવા છતાં લોકોની બેદરકારી યથાવત છે.

સુરતમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કેન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મોટી બેદરકારીઓ સામે આવી રહી છે, જેના કારણે સુરતને આ દિવસ જોવાનો વારો આવ્યો છે. હાલ સુરતીઓ માટે આંખ ઉઘાડનારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં વધુ કેસ નોંધાયા છે. સુરતે અમદાવાદને પાછળ પાડ્યું છે. જેના કારણે લોકોના મનમાં એક જ સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું બીજું અમદાવાદ બનશે સુરત?

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે એક સમયે અમદાવાદ સમગ્ર રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત શહેર હતું અને રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવના કુલ કેસોના 70 ટકા કેસ અમદાવાદમાં નોંધવામાં આવતા હતા, પરંતુ હવે ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ક્રમશઃ સંક્રમણ અને મૃત્યુઆંક બંને ઘટી રહ્યા છે. બીજીતરફ સુરતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે નોંધાયેલા કેસોમાં સુરત અમદાવાદથી પણ આગળ નીકળી ગયું છે જેના પગલે આરોગ્ય સચિવ જયંતી રવિ પણ સુરતની મુલાકાતે દોડી ગયાં હતાં. 104 દિવસ પછી અમદાવાદ બીજા ક્રમે ગયું છે. આજે અમદાવાદમાં નવા 187 કેસ અને 9 મૃત્યુ નોંધાયા છે જેની સામે સુરતમાં 205 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે.

કોરોનાની એક મોટી અસર સુરતના કાપડ ઉદ્યોગ ઉપર પડી છે જેનો એક ભાગ ડાઈગ પ્રોસેસિંગ પણ છે. કોરોનાના કારણે વેપાર ધંધો ઠપ હોવાથી 50 ટકા મિલો બંધ થઈ હોવાનો અંદાજ છે. જેને લઈ ડાઈનગમિલોમાં હાલ ચિંતા છવાઈ છે. કાપડ ઉદ્યોગમાં નિરસ મહોલથી ઘણી મિલો ફરી બંધ કરવાની ફરજ પડી છે. લોકડાઉન બાદ પ્રોસેસિંગ મિલો શરૂ કરવામાં આવી હતી. જો કે 70 મિલ પૈકી 50 મિલ બંધ થઈ હોવાનો અંદાજ છે. ઘણા ઉધોગોએ ઉત્પાદન સમતા પણ ઘટાડી છતાં નિરાશા હાથ લાગી છે.

સુરત શહેરમાં 350 જેટલા પ્રોસેસિંગ એકમો આવેલા છે જે પૈકી 70 જેટલા એકમો ચાલુ કરાયા હતા. માંડ 25 ટકા એકમો હાલ ચાલુ છે, કોરોનાને કારણે પ્રોસેસિંગમાં કામ ઓછું મળે છે અને કારીગરોનો પગાર ચુકવવામાં પણ મિલોમાં મુશ્કેલી પડી રહી છે. તેમજ કેમિકલનું પેમેન્ટ ચુકવણીની સમસ્યા પણ સામે આવી રહી છે. જેથી હાલ ડાઈગ પ્રોસેસિંગ મિલોમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઈગ સાથે જોડાયેલા લોકોનું એ પણ માનવું છે કે જો તમામ સ્થિતિના વહેલી ટકે સુધારણા નહિ થાય તો આવનારા દિવસોમાં ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થવાની શકયતાઓ છે. જેની ખુબજ ખરાબ અસર ડાઈગ પ્રોસેસિંગ ઉપર જોવા મળશે.

આ પણ જુઓ વીડિયો: આજના ચાર મુખ્ય સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન