ઠંડીમાં બરફના કરા કેમ પડે? - Sandesh

ઠંડીમાં બરફના કરા કેમ પડે?

 | 1:50 am IST

શિયાળા કે ચોમાસામાં ઘણી જગ્યાએ બરફના કરા પડતા હોય છે આ કરા કેમ પડે છે તે વિશે થોડું જાણી લઇએ. ઠંડીમાં ઉપર આકાશમાં બરફ જમાવી દે તેવી કાતિલ ઠંડી હોઈ શકે છે. હવામાં રહેલા ભેજના કણ આવી ઠંડીમાં જામી જાય છે અને એ મોટા ટીપાંનું રૂપ લઈ લે છે. આ જામેલા ટીપાં પર વધુ ને વધુ ભેજના કણ જામતા જાય છે અને અંતમાં એ કરા બની જાય છે. જ્યારે એ નીચેની તરફ પડે છે, ત્યારે પીગળીને વરસાદના ટીપાંમાં બદલાઈ જાય છે, પણ જે પીગળી નથી શક્તા, એ બરફના રૂપમાં જ જમીન પર આવીને પડે છે. એને જોઈને જ આપણે કહીએ છીએ કે બરફના કરાનો વરસાદ વરસી રહ્યો છે.